________________
७४
ભાવમાં હોય કે ન હોય, કારણ કે ભાવ તો અસ્થિર અને અતીન્દ્રિય છે, ક્ષણક્ષણવારમાં પલટા લે છે. ભાવના પલટવા માત્રથી સાધુનું સાધુપણું સર્વથા મટી જતું નથી, કારણ કે તે ક્રિયામાં સુસ્થિત છે. જેમ કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ ભાવથી સાતમી નારકીના દળિયાં એકત્ર કરતા હતા, પણ ક્રિયાથી સાધુલિંગમાં અને સાધુના આચારમાં હતા, તો તે શ્રેણિક આદિને વંદનીય હતા. ભાવ પલટાતાની સાથે ક્ષણવારમાં સર્વાર્થસિદ્ધ વિમાનને અને ક્ષણવારમાં કેવળજ્ઞાનને યોગ્ય બન્યા. તેથી આંતરિક ભાવો ઉપરથી જ બીજાની ક્રિયાના લાભ-અલાભનું માપ કાઢવું કે તેને જ એક માપકયંત્ર બનાવવું તે દોષદષ્ટિ છે, દ્રષદૃષ્ટિ છે અથવા અજ્ઞાનદૃષ્ટિ છે. તે દૃષ્ટિનો ત્યાગ કરીને પ્રતિક્રમણની ક્રિયા જોવામાં આવે તો તે કરનારા પ્રભુ-આજ્ઞાના આરાધક બનતા દેખાશે, અને પ્રભુ-આજ્ઞાની આરાધનાના પરિણામે મુક્તિમાર્ગના સાધક લાગશે.
હવે ત્રીજી દૃષ્ટિ ક્રિયા વડે પોતાના આત્માને લાભ થયો કે ગેરલાભ થયો ? તેને જોવું તે છે. એ દૃષ્ટિ શાસ્ત્રવિહિત છે. બીજાના આંતરિક ભાવોનો નિર્ણય કરવો દુષ્કર છે, પણ પોતાના ભાવોનો નિર્ણય કરવો સર્વથા દુષ્કર નથી. તે પણ જોવા માટે કાળજી ધારણ કરવામાં ન આવે તો તીર્થ ટકાવવા જતાં સત્યનો જ નાશ થાય. અહીં સત્ય એટલે અશઠભાવે તીર્થના આરાધનથી થતો આત્મિક ફાયદો સમજવાનો છે. તે માટે પોતાના ભાવોનું નિરીક્ષણ અવશ્ય કરવું જોઈએ. ક્રિયા કરવા છતાં પોતાના ભાવો સુધરતા ન હોય, તો તે ક્રિયાને દ્રવ્યક્રિયા, સ્વકાર્ય કરવાને અસમર્થ એવી તુચ્છક્રિયા માનવી જોઈએ. તે ક્રિયા કાં તો વિષક્રિયા હોવી જોઈએ, ગરલક્રિયા હોવી જોઈએ કે સંમૂર્ણિમ ક્રિયા હોવી જોઈએ.
આ લોકના પૌગલિક ફળની આકાંક્ષાથી થતી ક્રિયા વિષક્રિયા છે. પરલોકના પૌગલિક ફળની આકાંક્ષાથી થતી તે જ ક્રિયા ગરલક્રિયા છે. અને આ લોક કે પરલોકના ફળની આકાંક્ષા ન હોય તો પણ શૂન્યચિત્તે, અમનસ્કપણે કે અનાભોગથી થતી ક્રિયા, એ સંમૂર્ણિમ ક્રિયા છે. ક્રિયાના તે દોષો દૂર કરી, ઉપયોગયુક્ત બની, નિરાશસભાવે, કેવળ મુક્તિ અને કર્મક્ષયના ઇરાદે ક્રિયા કરવી જોઈએ અથવા શ્રી જિનેશ્વર ભગવંતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org