________________
६९
કારણ એ છે કે, તીર્થની સ્થાપના દિવસે થાય છે અને તીર્થની સ્થાપનાના પ્રારંભથી જ પ્રતિક્રમણ કરવાનું હોય છે. કહ્યું છે કે
અહીં, તીર્થ દિવસપ્રધાન છે, અર્થાત્ તીર્થની ઉત્પત્તિ થાય છે, માટે પ્રથમ પ્રતિક્રમણ પણ દૈવસિક જ હોય છે.*
તીર્થ-સ્થાપના થાય, તે દિવસથી જ શ્રી ગણધર ભગવંતો પણ નિયમિત પ્રતિક્રમણ કરે છે. એ રીતે જે દિવસે શાસન સ્થપાય, તે દિવસથી જ પ્રતિક્રમણની આવશ્યકતા પડે છે. તેથી એ વાત પણ સિદ્ધ થાય છે કેઆવશ્યકસૂત્ર ખુદ ગણધરરચિત છે, પણ અન્યરચિત નથી.
શંકા ૯ : પ્રતિક્રમણ તો ક્રિયારૂપ છે, તેથી તેના વડે અધ્યાત્મની સિદ્ધિ શી રીતે થાય ?
સમાધાન : અધ્યાત્મનું ઉપરચોટિયું જ સ્વરૂપ સમજનારને આ શંકા થાય છે. અધ્યાત્મનું વાસ્તવિક સ્વરૂપ સમજનારને તો પ્રતિક્રમણની સમગ્ર ક્રિયા અધ્યાત્મસ્વરૂપ જ ભાસે છે. અધ્યાત્મ શબ્દનો વ્યુત્પત્યર્થ અને રૂઢ્યર્થ સમજાવતાં ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે
આત્માને ઉદ્દેશીને પંચાચારનું જે પાલન થાય તે અધ્યાત્મ છે. બીજી વ્યાખ્યા મુજબ બાહ્ય વ્યવહારથી ઉપબૃહિત મૈત્યાદિયુક્ત ચિત્ત તે અધ્યાત્મ છે.૧
આ બન્ને વ્યાખ્યામાં જ્ઞાન અને ક્રિયા ઉભયને અધ્યાત્મ માનેલું છે. એકલી ક્રિયા જેમ અધ્યાત્મ નથી, તેમ એકલું જ્ઞાન પણ અધ્યાત્મ નથી. એ જ વાત સ્પષ્ટ કરી પોતે કહે છે કે
★ इह यस्माद्दिवसादि तीर्थं दिवसप्रधानं च तस्माद्दैवसिकमादाविति ।
આ. નિ.
१. आत्मानमधिकृत्य स्याद् यः पञ्चाचारचारिमा । शब्दयोगार्थ निपुणास्तदध्यात्मं प्रचक्षते ॥ रूढ्यर्थनिपुणास्त्वाहुश्चित्तं मैत्र्यादिवासितम् । अध्यात्मं निर्मलं बाह्य-व्यवहारोपबृंहितम् ॥
Jain Education International
अध्यात्मोपनिषत् प्रकरणम्-श्लोक-२-३
For Private & Personal Use Only
www.jainelibrary.org