________________
સ્કંદચરિતનું વર્ણન નીચે મુજબ છે ઃ
તે સ્કંદક નામના અણગાર શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ અગિયાર અંગોનું અધ્યયન કરે છે.
६८
આ રીતે, શ્રીઋષભદેવસ્વામીથી આરંભીને શ્રીવર્ધમાનસ્વામી પર્યંત બધા તીર્થપતિઓના સાધુઓ, સામાયિક જેની આદિમાં છે, એવાં અગિયાર અંગો અને ચૌદ પૂર્વાનો, નિયમિત અભ્યાસ કરે છે. તે એમ સૂચવે છે કેદરેક મુનિઓને સામાયિક આદિ આવશ્યકોનું અધ્યયન નિયત છે. કારણ કેપંચાચારની શુદ્ધિનું તે અનન્ય સાધન છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ આત્માના ગુણો શાશ્વત છે, અને તેને મલિન કરનાર કર્મનું આવરણ અનાદિકાળનું છે. તે આવરણ હઠાવનાર અને મલિનતા દૂર કરનાર ઉપાય પણ શાશ્વત જોઈએ, તેથી પ્રત્યેક તીર્થંકરના શાસનમાં તે અવશ્ય હોય જ. એ રીતે આવશ્યક અને પ્રતિક્રમણ ક્રિયાની ઉપયોગિતા તીર્થંકરદેવોએ સ્થાપિત કરેલી છે અને ચતુર્વિધ સંઘે પ્રતિદિનની સામાચારીમાં તેને માન્ય કરેલી છે. કુદરતનો પણ તે જ ક્રમ છે. મુમુક્ષુ આત્માઓને શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો તે પ્રતિદિનનો વ્યાયામ છે. શારીરિક વ્યાયામ જેમ શરીરને તંદુરસ્તી બક્ષે છે, તેમ આ આત્મિક વ્યાયામ આત્માને ભાવતંદુરસ્તી આપે છે. કહ્યું છે કેસમ્યગ્દર્શનને ઉત્પન્ન કરવાને સમર્થ જે શુભ ક્રિયા ગુર્વાદિ* સમક્ષ કરાય છે તે સમ્યગ્ વ્યાયામ છે.
શંકા ૮ : એક પ્રતિક્રમણને બદલે પાંચ પ્રતિક્રમણ કેમ ?
સમાધાન ઃ પ્રતિક્રમણ એ દોષશુદ્ધિ અને ગુણપુષ્ટિની ક્રિયા છે. દોષ એટલે કચરો. આત્મારૂપી ઘરની અંદર કર્મના સંબંધથી દોષરૂપી કચરો નિરંતર એકઠો થાય છે. તેને દર પખવાડિયે, દર ચાતુર્માસીએ અને દર સંવત્સરીએ વધારે પ્રયત્નપૂર્વક સાફ કરવાથી જ દૂર થઈ શકે છે. તેથી શાસ્ત્રકારોએ દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એમ પાંચ પ્રતિક્રમણ ફરમાવ્યાં છે, તેમાં પ્રથમ દૈવસિક પ્રતિક્રમણ ફરમાવવાનું
व्यायामः ।
★ गुर्वादिसमीपाध्यासिनः शुभा या क्रिया सम्यग्दर्शनोत्पादनशक्ता सा सम्यग् તત્ત્વાર્થ સિદ્ધસેનીય ટીકા-પૃષ્ઠ ૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org