________________
ધમપકરણો ૦૬૨૫
કરવું અને પછી તેને આડું વાળવું એટલે તે આઠગણું થશે. આ રીતે મુહપત્તી તૈયાર થાય એટલે તેને ડાબી ઘડીની બાજુએથી પકડવી અને તેના છેડા ઉપર આવે તેમ હાથમાં રાખવી.
મુહપત્તીના વસ્ત્રનો રંગ કેવો જોઈએ ? તેનો સ્પષ્ટ ઉલ્લેખ ઉપલબ્ધ થતો નથી, પરંતુ પરંપરાથી શ્વેત વસ્ત્રને પસંદ કરવામાં આવે છે. | મુહપત્તી રાખવાનું પ્રયોજન પંચવસ્તુ, યતિદિનચર્યા, પ્રવચનસારોદ્ધાર, ઓઘનિર્યુક્તિ-વૃત્તિ તથા આચારદિનકર વગેરે ગ્રંથોમાં નીચે મુજબ જણાવેલું છે :
संपाइम-रय-रेणु-पमज्जणट्ठा वयंति मुहपत्तिं । नासं मुहं च बंधइ, तीए वसहि पमज्जंतो ॥
ભાવાર્થ :- જ્ઞાનીઓ કહે છે કે સંપાતિમ-ઊડીને પડતા સૂક્ષ્મ જંતુઓ અને (સચિત્ત) રજ-રેણુના પ્રમાર્જન માટે મુહપત્તી છે; વસતિ(ઉપાશ્રય)નું પ્રમાર્જન કરતાં તેના વડે નાક અને મુખને બાંધવું જોઈએ.
મુહપત્તી મુખ પર કાયમ બાંધી રાખવા માટે નથી, પરંતુ પ્રસંગોપાત્ત બાંધવાની છે, તે હકીકત શ્રીવિપાકશ્રુતના પ્રથમ અધ્યયનના નીચેના પાઠ પરથી સમજાય છે :
"तते णं सा मियादेवी तं कट्ठ-सगडियं अणुकड्डमाणी अणुकड्डमाणी जेणेव भूमिघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता चउप्पुडेणं वत्थेणं मुहं बंधेति । मुहं बंधमाणी भगवं गोयमं एवं वयासी-तुब्भे वि णं भंते ! मुहपोत्तियाए मुहं बंधह । तते णं से भगवं गोयम मियादेवीए एवं वुत्ते समाणे मुहपोत्तियाए मुहं बंधेति
ભાવાર્થ :- ત્યાર પછી તે મૃગાવતીદેવી લાકડાની તે ગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ભોંયરું હતું ત્યાં આવે છે. આવીને કપડાનાં ચાર પડ કરીને તેની વતી મોટું બાંધતા બાંધતાં કહે છે કે, હે ભગવદ્ ગૌતમપ્રભો ! આપ પણ મુહપત્તી વડે મોં બાંધો. જ્યારે મૃગાવતીદેવીએ આ પ્રમાણે કહ્યું, ત્યારે ભગવાન ગૌતમસ્વામી મુહપત્તી વડે મોઢું બાંધે છે.
આનો સ્પષ્ટ અર્થ એ છે કે, જો ભગવાન ગૌતમસ્વામી કાયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org