________________
૬૦૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
એવા અનુપમ, અને અતિશયોથી સંપન્ન, આમર્ષોષધિ વગેરે નાના પ્રકારની લબ્ધિઓથી સહિત, સમવસરણમાં સાતિશય વાણી વડે દેશના આપતા; દેવનિર્મિત સિંહાસન ઉપર બિરાજમાન, છત્રત્રય અને અશોકવૃક્ષ નીચે રહેલા, દેશના દ્વારા સર્વ સત્ત્વોના પરમ અર્થ-મોક્ષ માટે પ્રવૃત્ત, અત્યંત મનોહર, શારીરિક અને માનસિક પીડાઓનું પરમ ઔષધ, સર્વ સંપત્તિઓનું અનુપહત-અવધ્ય-બીજ, ચક્રાદિ લક્ષણોથી યુક્ત, સર્વોત્તમ પુણ્યના પરમાણુઓથી બનેલા પૃથ્વી પર ભવ્યોને માટે નિર્વાણનું પરમ સાધન, અસાધારણ માહાસ્યવાળા, દેવો અને સિદ્ધયોગીઓ(વિદ્યામંત્રાદિ સિદ્ધો)ને પણ વંદનીય અને વરેણ્ય શબ્દ વડે વા એવા શ્રી જિનેન્દ્રના રૂપનું (વિધિપૂર્વક) ધ્યાન કરવું (એ સાલંબન યોગ છે)
જિનેશ્વરો સ્વયં નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવસ્વરૂપ હોવાથી તેમની સ્થાપના માનસપ્રત્યક્ષ થવાથી કે તેનું દર્શન કરવાથી તેમની ભાવદશાનું સ્મરણ થાય છે અને તે દ્વારા આત્માને તેમના ગુણોનું સ્મરણ થાય છે.
ભગવંતનાં નામ, સ્થાપના તથા દ્રવ્ય-આ ત્રણેય નિક્ષેપો ભાવ અહિત સાથે અભેદબુદ્ધિ કરવામાં કારણ છે અને આ પ્રકાર શુદ્ધ હૃદયવાળા મહાત્માઓને શાસ્ત્રથી ઈષ્ટ છે અને અનુભવથી દષ્ટ છે.
ઉપર પ્રમાણે શુદ્ધ પ્રણિધાન ધરીને અરિહંતોનું કીર્તન અને વંદન જે આરાધક કરે તે પરમ આનંદ પામે અને તેની સ્તવના સફળ થાય.'
અર્થાધિકાર-લોગસ્સ સૂત્રનો અર્વાધિકાર સભૂત ગુણોત્કીર્તન છે. આ વિષયને જરા વિશદતાથી વિચારીએ.
ગુણાનુરાગ :- જેમાં સ્વત્વ અને સ્વસંબંધિત્વનો પ્રવેશ ન હોય,
૧. શાંતિસ્વરૂપ એહ ભાવશે, જે ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લેશે બહુમાન રે.......શાંતિજિન
-(આનંદઘનજી કૃત સ્તવન) २. आवस्सगस्स णं इमे अत्थाहिगारा भवंति । तं जहा-सावज्ज-जोग-विरई, उक्कित्तण गुणवओ अ पडिवत्ती ।
-અણુઓગદારસુત્ત (સૂત્ર ૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org