________________
૫૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
(૨) યાકિનીમહત્તરાસૂનુ આચાર્યભગવંત શ્રીહરિભદ્રસૂરિએ જણાવ્યું છે કે એક તીર્થકર ભગવંતની પૂજા કરવાથી સર્વ તીર્થકર ભગવંતોની પૂજા
થઈ જાય છે.' ૩. વળી સકલાહિત સ્તોત્રના પ્રથમ શ્લોકમાં પણ આગળ દર્શાવ્યા પ્રમાણે
કાલિકાલસર્વજ્ઞ, ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ આહત્ય-ગુણના ધ્યાનમાં લીન થવાનું કહે છે.
ઉપરનાં ત્રણ કારણોથી સ્પષ્ટ થાય છે કે એક તીર્થકર ભગવંતના નામગ્રહણથી જેટલો લાભ થાય છે તેટલો જ લાભ ચોવીસ તીર્થકરોના નામગ્રહણથી થાય છે, તો ચોવીસ જિનના નામોચ્ચારણપૂર્વકની સ્તવના શા માટે ?
ઉપર્યુક્ત બંને શંકાઓનું નિરાકરણ એ છે કે પૃથફ પૃથક્ ચોવીસેય તીર્થકર ભગવંતો ગુણોથી સમાન છે, સઘળા એકસરખા સ્તુતિને પાત્ર છે, છતાં પણ તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન છે. તેથી તે પ્રત્યેકના નામગ્રહણથી જે ઉલ્લાસ, જે ભાવના થાય છે અને તે દ્વારા ગાઢ કર્મોની જે નિર્જરા થાય છે તે અપૂર્વ હોય છે. આ વસ્તુ અનુભવ અને શાસ્ત્રોથી સિદ્ધ છે.
નામનિક્ષેપની ધારણાથી જ આ પરિણામ શક્ય છે. જો એમ ન મનાય તો સાક્ષાત્ શ્રી ઋષભદેવ આદિ અરિહંત ભગવંતને નમસ્કાર કરવાથી જે ફળ મળે તે ફળ ૩૫ મનિ વ્ર બોલવાથી મળે જ નહીં. એટલું જ નહીં પણ નામનો અને નામીનો સંબંધ ન માનવામાં આવે તો ક્ષમ મનિ વંકે કહેવાથી કેવલ ભાષાના પુદ્ગલો કે જે અચેતન છે તેનો નિરર્થક પ્રયોગ જ થાય. પરંતુ તેમ થતું નથી કારણ કે કોઈ પણ નામ ગ્રહણ કરતાં તે નામથી વાચ્ય થતી વ્યક્તિ અથવા તેનું સ્વરૂપ-પ્રતિમા માનસપટ ઉપર અવશ્ય પ્રકટ થાય છે, તેથી નામ અને નામીના અભેદ સંબંધનો સિદ્ધાંત સ્પષ્ટ થાય છે. •
૧. મિ. પૂરૂષ, સળે તે પૂયાં હૃતિ ! ૨. .............Jવના પુખ બિડિમાગો
I૪) દેવવંદનભાષ્ય, પૃષ્ઠ ૩૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org