________________
ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૫૯૫ અદ્વિતીય સામર્થ્યવાળું અહતપણું ગણીને તેના જ ધ્યાનમાં લીન થવાનું કહે છે અને સાથે તે જ અહંતોનાં નામ, (ઋષભ, અજિત વગેરે) આકૃતિ, દ્રવ્ય તથા ભાવે કરીને ત્રણે જગતના જીવોને પાવન કરનાર અહંતપદને ધારણ કરનાર સર્વ ક્ષેત્ર અને સર્વકાલના તીર્થકરોની સેવનાને કર્તવ્ય તરીકે ગણાવતાં પોતે સેવા કરે છે-કરવાનું કહે છે. આ પ્રકારની અરિહંતપદની સમષ્ટિપ્રધાનતાવાળી આરાધના બીજે કયાંય જોવા મળતી નથી.
જિનાદિ શબ્દો જ્યારે અર્થથી જળવાઈ રહે છે ત્યારે અરિહંત શબ્દ ખુદ શબ્દ દ્વારાએ પણ જળવાઈ રહે છે. એ જ એનો અદ્વિતીય મહિમા છે.
અરિહંતની સમષ્ટિમય આરાધના કરવાને તૈયાર થયેલા જીવોએ વ્યક્તિ તરીકે રહેલા ઋષભદેવાદિ તીર્થકરોની ઉપેક્ષા ન કરવી જોઈએ. જેવી રીતે સમષ્ટિમય આરાધના આત્મકલ્યાણ માટે ઉપયુક્ત છે, તેવી રીતે શ્રી ઋષભદેવ આદિ વ્યક્તિની આરાધના પણ સંપૂર્ણ ઉપયોગી છે.*
અરિહંતદેવનાં નામોમાં ઉત્તમ વગેરેની વર્ણવ્યવસ્થા ૩ પછી તે અને પછી મ-આ પ્રમાણે વર્ણોના નિર્ણાત અનુક્રમવાળી તથા અર્થવાળી છે. તેથી તે નામો વાચક છે પણ વાચ્ય નથી. એવા અનુક્રમે ગોઠવાયેલા, અર્થવાળા અક્ષરસમૂહને નામ કહેવામાં આવે છે.
નામ યાદચ્છિક હોય અથવા ગુણનિષ્પન્ન પણ હોય. જિનેશ્વર ભગવંતનાં નામો ગુણનિષ્પન્ન હોય છે.
આ પ્રકારે ચોવીસ અરિહંત ભગવંતનાં ચોવીસ પુણ્યકારી નામો સ્વાભાવિક શક્તિ અને સંકેત વડે વાચ્યાર્થનો બોધ કરાવનારા છે.
નામ અને રૂપનો ગાઢ સંબંધ હોય છે તે આપણે સ્થાપના (આકૃતિ) નિક્ષેપમાં વિચારીશું.
અહીં એ પ્રશ્ન થાય કે નામ તો માત્ર શબ્દપુગલોના સમૂહાત્મક હોવાથી તેનું સ્મરણ આત્માને કેવી રીતે ઉપકારી થાય ?
★ नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंद पडिमाओ दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ॥५१॥
-श्री चैत्यवंदन भाष्य
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org