________________
પ૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
નહીં પણ ઉપલક્ષણ રૂપ છે. લક્ષણ બે પ્રકારનાં હોય છે : એક આત્મભૂતલક્ષણ અને બીજું અનાત્મભૂત લક્ષણ. આઠ પ્રાતિહાર્યોને ભગવાનના આત્મા સાથે સીધો સંબંધ નથી, પરંતુ સર્વોત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિના ઉપભોગ દ્વારા સંબંધ છે-(૧) અપાયાપગમાતિશય,(૨) જ્ઞાનાતિશય, (૩) વચનાતિશય અને (૪) પૂજાતિશય. એ ચાર અતિશયોથી જ તીર્થકર દેવો મહાન છે. તે આત્મલક્ષણ રૂપે છે અને મુખ્યત્વે આત્મગુણો રૂપે સંબંધ ધરાવે છે અને તેથી જ અનુક્રમે નીચે પ્રમાણે પણ દર્શાવાય છે.
(૧) (મોહનો સર્વ નાશ (નિને શબ્દથી નિર્દિષ્ટ છે) (૨) કેવળજ્ઞાન ઉત્પન્ન થવું. (વત્ની શબ્દથી નિર્દિષ્ટ છે)
(૩) સર્વ ભાષામાં પરિણામ પામનારી એવી વાણી હોવી (થતિસ્થરે પદથી નિર્દિષ્ટ છે.)
(૪) બહુધા સમવસરણમાં બિરાજમાન થઈને દેશના આપવી. (નોનસ ૩ોમન પદથી નિર્દિષ્ટ છે.)
આ ચાર અતિશયો તીર્થકરો સિવાય બીજા કોઈમાં પણ સંભવી શકતા નથી. ભાવઅરિહંતપણાનું કારણ પણ આ ચાર અતિશયો જ છે.
નિક્ષેપ-શબ્દથી અર્થવ્યવસ્થા અથવા નિક્ષેપ ચાર પ્રકારે થઈ શકે છે. તે નામનિક્ષેપ, સ્થાપના અથવા આકૃતિનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ છે. અરિહંત શબ્દના નિક્ષેપની આ ચાર પ્રકારે વિચારણા કરીશું.
નામનિક્ષેપ-અતીત, અનાગત કે વર્તમાનની, પાંચ ભરત અને પાંચ ઐરવતની ત્રીસ ચોવીસીમાં કે મહાવિદેહના અતીત, અનાગત કે વર્તમાન જિનોમાં કોઈ પણ અરિહંત નામના તીર્થકર થયા નથી કે જેઓશ્રીને ઉદ્દેશીને અરિહંત-નામની આરાધના થાય. વસ્તુતઃ તે અરિહંત પદની આરાધના છે અને તે કોઈ પણ વ્યક્તિને અંગે નહીં પણ સમગ્ર ક્ષેત્ર અને સમગ્ર કાલના સમગ્ર તીર્થકરોના અહંતપણાના ગુણને અનુસરીને આરાધ્યતા ગણવામાં આવી છે. તેથી જ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરતાં પહેલાં સકલ અરિહંતોની પ્રતિષ્ઠાના આધારભૂત, મોક્ષલક્ષમીના અધિષ્ઠાન સ્વરૂપ અને સ્વર્ગ, મૃત્યુ તથા પાતાલ લોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org