________________
સામાયિકની સાધના ૦૫૮૫
ઉત્તરોત્તર આગળ વધતાં મનનો વિક્ષેપ ઘણા અંશે દૂર થાય છે.
(૨૩) સ્વાધ્યાય આટલી સાધના પછી જે સાધક સ્વાધ્યાયમાં જોડાય છે, તે સૂત્રાર્થ ઉભયને બરાબર ગ્રહણ કરી શકવા જેટલું તનુ-માનસ પ્રાપ્ત કરે છે, તેથી સૂત્રાર્થનાં ઘણાં ગંભીર રહસ્યો સમજી શકે છે. સૂત્રાર્થ શબ્દથી અહીં નિગ્રંથપ્રવચન કે આપ્ત-વચન અને તેનો અર્થ અભિપ્રેત છે. તે સમજવા માટે નય, નિક્ષેપ અને સ્યાદ્વાદનું જ્ઞાન જરૂરી છે. જેઓને સ્યાદ્વાદ-શૈલીનો અભ્યાસ નથી, તેઓ નિગ્રંથ-પ્રવચનને યથાર્થ રીતે સમજી શકતા નથી. સ્વાધ્યાયની રીત એવી છે કે પ્રથમ વાચના, પછી પ્રચ્છના, પછી પરાવર્તન પછી અનુપ્રેક્ષા અને છેવટે ધર્મ-કથા. તેથી પ્રથમ સૂત્ર-પાઠને તથા અર્થને ગ્રહણ કરવો. પછી તેના પર વિશેષ તર્ક કરીને જ્ઞાન મેળવવું અને એ રીતે મેળવેલા જ્ઞાનનું પુનઃ પુનઃ રટણ કરીને તેને જાળવી રાખવું. વળી એ રીતે સ્થિર થયેલા જ્ઞાન પર ગહન ચિંતન કરવું અને તેનાં રહસ્યો સમજાય ત્યારે બીજાને તેનું યોગ્ય રીતે દાન કરવું. યુક્તિ, અનુભવ તેમ જ સિદ્ધાંત-વિનાનું સાહિત્ય વાંચવાથી લાભ થવાનો સંભવ નથી, બલકે નુકસાન થવાની જ સંભાવના છે; તેથી તેવા સાહિત્યનો સમાવેશ સ્વાધ્યાયમાં થતો નથી. આત્મ-વિકાસ તરફ દોરી જતું શિષ્ટ સાહિત્ય એ જ સ્વાધ્યાયનો વિષય હોઈ શકે. સ્વાધ્યાય દ્વારા સાધકે વિશ્વ-વ્યવસ્થા, પદ્રવ્યો અને તેના ગુણ-પર્યાય, આત્માનું સ્વરૂપ, શરીર, ઇંદ્રિય અને મનની આત્માથી ભિન્નતા તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું યથાર્થ સ્વરૂપ સમજી લેવાનું છે. સ્વાધ્યાય દ્વારા થયેલું મનનું સમાધાન કષાય ક્લેશને શાંત કરવામાં ઘણું ઉપયોગી નીવડે છે.
(૨૪) કાયોત્સર્ગ નિર્મળ વાતાવરણમાં સ્થિર આસને બેસીને અનાનુપૂર્વી ગણવાથી, નવકારમંત્રના જપથી તથા આપ્ત-વચનના સ્વાધ્યાયથી કાયા, વાણી, અને મનને સ્થિર કરવાની યોગ્યતા કેટલાક અંશે સાધકમાં જરૂર આવી જાય છે. એટલી તૈયારીવાળો સાધક એ સ્થિતિમાંથી આગળ વધવાને કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગની મુખ્ય શરત શરીરને સ્થાન વડે, વાણીને મૌન વડે અને મનને ધ્યાન વડે સ્થિર કરવાની હોય છે. દેહ અને આત્માની ભિન્નતા સમજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org