________________
રે
તે પુરુષોને ધન્ય છે કે જેઓ સ્વયં જ્ઞાની નથી, શ્રદ્ધાથી શુદ્ધ અંત:કરણવાળા પરના ઉપદેશનો લેશ (અંશ) પામીને, કષ્ટસાધ્ય એવાં અનુષ્ઠાનોને વિશે આદરબદ્ધ રહે છે. કેટલાક આગમન પાઠી હોવા છતાં અને આગમનાં પુસ્તકોને, તેના અર્થને પોતાની પાસે ધારણ કરવા છતાં, આ લોક અને પરલોકમાં હિતકર કર્મોને વિશે કેવળ અળસુ હોય છે. પરલોકને હણનાર એવા તેઓનું ભાવિ કેવું થશે ?*
અહીં, બીજાના ઉપદેશથી પણ સત્કર્મ કરનારા અને સ્વયં અભણ હોવાથી તેના વિશેષ અર્થ નહિ જાણનારા પુરુષોને પણ શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ ધન્ય કહે છે અને ભણેલા પણ આળસુને પરલોકનું હિત હણનારા કહે છે, કારણ કે-ક્રિયા એ સુગતિનો હેતુ છે, માત્ર જ્ઞાન નહિ, એમ તેઓ ગીતાર્થ દૃષ્ટિએ જાણે છે. ક્રિયામાં જેટલું જ્ઞાન ભળે તેટલું દૂધમાં સાકર ભળ્યા જેવું છે, પરંતુ સાકરના અભાવે દૂધને પણ દૂધ માનીને ન પીવું, એવું વચન લોકમાં કોઈ બોલતું નથી, તો લોકોત્તર શાસનમાં સૂત્રના અર્થ નહિ જાણવા માત્રથી સૂત્રાનુસારી ક્રિયાને વિશે અપ્રમત્ત રહેનારનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, એમ કોણ કહે ? તેઓ જ કહે, કે જેઓ સૂત્રની મંત્રમયતાને અને તેના રચયિતાઓની પરમ આપ્તતાને સદહતા ન હોય. આપ્ત પુરુષોનાં રચેલાં સૂત્રો મંત્રમય હોય છે અને તેથી મિથ્યાત્વમોહનીય આદિ પાપકર્મની દુષ્ટ પ્રકૃતિઓનું વિષ સમૂલ નાશ પામે છે. એમ જાણનાર અને માનનાર પ્રતિક્રમણની ક્રિયાનાં સૂત્રોનું વિધિપૂર્વક ઉચ્ચારણ અને શ્રવણ (તથાવિધ અર્થ ન જાણવા છતાં) એકાંત કલ્યાણ કરનારું છે, એવી શ્રદ્ધામાંથી કદી પણ ચલિત થતા નથી.
શંકા ૭ : પ્રતિક્રમણની ક્રિયામાં ચતુર્વિશતિ-સ્તવ, ગુરુવંદન, કાયોત્સર્ગ અને પચ્ચખાણની શી આવશ્યકતા છે ?
* કન્યા: Sણનીતિનોડપિ સનુષ્ઠાનેવું વાદ્રા,
दुःसाध्येषु परोपदेशलवतः श्रद्धानशुद्धाशयाः । केचित्त्वागमपाठिनोऽपि दधतस्तत्पुस्तकान् येऽलसा, अत्राऽमुत्र हितेषु कर्मसु कथं ते भाविनः प्रेत्यहाः ॥
अध्यात्मकल्पद्रुम अधिकार ८-श्लोक ७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org