________________
બોલી જવાથી કોઈ પણ પ્રકારનો ભાવ જાગતો નથી, કે કોઈ પણ પ્રકારનું વિશિષ્ટ પ્રયોજન સધાતું નથી, તો તેના બદલે સામાયિક કે સ્વાધ્યાય આદિ કરે તો શું ખોટું ?
સમાધાન : પ્રતિક્રમણની ક્રિયા ઘણી લાંબી અને કંટાળાભરેલી છે એમ કહેનાર કાં તો ધર્મ માટે ક્રિયાની આવશ્યકતા બિલકુલ માનતો ન હોય અથવા માત્ર વાતો કરવાથી જ ધર્મ સિદ્ધ થઈ શકે છે, એવી ખોટી શ્રદ્ધા ધારણ કરતો હોય પરંતુ એ ઉભય પ્રકારની માન્યતા યોગ્ય નથી. ધર્મનો પ્રાણ ક્રિયા છે, અને ક્રિયા વિના કદી મન, વચન કે કાયા સ્થિર થઈ શકતાં નથી, એવું જેને જ્ઞાન છે, તેને મન પ્રતિક્રમણની ક્રિયા તદ્દન ટૂંકી અને અતિ રસમય છે. વળી ઉભય સંધ્યાએ તે કર્તવ્ય હોવાથી, તથા તે સમયે લૌકિક કાર્યો (લોકસ્વભાવથી જ), કરાતાં નહિ હોવાથી નિરર્થક જતો કાળ સાર્થક કરી લેવાનો પણ તે અપૂર્વ ઉપાય છે. તેમ જ જ્ઞાનાભ્યાસ માટે પણ તે કાળ અસ્વાધ્યાયનો છે તથા અકાળે જ્ઞાનાભ્યાસ કરવાથી ઊલટો અનર્થ થાય છે. તેથી પ્રમાદમાં જતા તે કાળને જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ થાય તેવી રીતે પસાર કરવાની અપૂર્વ ચાવી પણ તેમાં રહેલી છે. પ્રતિક્રમણ જેવી ટૂંકી અને સંધ્યા વખતની બે ઘડીમાં પૂરી થતી ક્રિયાને લાંબી કે કંટાળાભરેલી કહેવી, તે જીવના પ્રમાદરૂપી કટ્ટર શત્રુને પુષ્ટિ આપનારું અજ્ઞાન-કથન છે.
પ્રતિક્રમણનાં સૂત્રો ઘણાં ટૂંકાં છે, તેનો શબ્દાર્થ કે ભાવાર્થ નહિ જાણનારા પણ તેનો ઔદંપર્યાર્થ ન સમજી શકે તેમ નથી. પાપથી પાછા ફરવું તે પ્રતિક્રમણનો ઔદંપર્યાર્થ છે. પાપમાં પ્રવૃત્તિ શાને ? “અનાદિ અભ્યાસથી” અનુભવસિદ્ધ છે. તે પાપ અને તેના અનુબંધથી પાછા ફરવાની ક્રિયા, તે પ્રતિક્રમણ એવો રહસ્યાર્થ સૌ કોઈના ખ્યાલમાં આવી શકે તેવો છે. એ અર્થને ખ્યાલમાં રાખીને જેઓ પ્રતિક્રમણની ક્રિયા કરે છે તેઓ, સૂત્રના શબ્દો અને તેના અર્થને ન જાણતા હોય તો પણ, તેને જાણનારના મુખે સાંભળવાથી અથવા તેને જાણનારના જ્ઞાન ઉપર શ્રદ્ધા ધારણ કરીને સ્વમુખે બોલવાથી પણ અવશ્ય શુભભાવ પામી શકે છે. એ વાતની સાક્ષી અધ્યાત્મકલ્પદ્રુમના રચયિતા સહસ્રાવધાની શ્રીમુનિસુંદરસૂરિજી નીચેના શબ્દોમાં પૂરે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org