________________
પપ૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
માયા, લોભ પરિહરું ૮. પછી જમણા પગની વચ્ચે અને બન્ને બાજુએ એમ ચરવળાવતી ત્રણ વખત પ્રમાર્જતી વખતે બોલો કે
પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાયની રક્ષા કરું ૯. એ જ પ્રમાણે ડાબા પગની વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જન કરો અને બોલો કેવાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણા કરું
સૂચના (૧) મુહપત્તીનું પડિલેહણ વાસ્તવિક રીતે અનુભવી પાસેથી શીખવાનું છે. અહીં તો માત્ર દિગ્ગદર્શન કરાવ્યું છે.
(૨) નિયમ આઠમામાં જમણો પગ જણાવ્યો છે ત્યાં ડાબો પગ અને નિયમ નવમામાં ડાબો પગ જણાવ્યો છે, ત્યાં જમણો પગ તેવો વિધિભેદ બીજા ગ્રંથમાં માલુમ પડે છે.
(૩) સાધ્વીજીને છાતીની ૩ અને ખભા તથા કાખની ૪ પ્રમાર્જના મળીને કુલ ૭ ન હોય અને બાકીની ૧૮ હોય. સ્ત્રીઓને મસ્તકની ત્રણ પણ ન હોય, એટલે કુલ ૧૫ હોય.
મુહપત્તી-પડિલેહણના આ વિધિનો સામાયિક કરતી વખતે તથા પારતી વખતે બરાબર ઉપયોગ થાય, તે અત્યંત ઇચ્છવા યોગ્ય છે.
ચૈત્યવંદનનો વિધિ આ ક્રિયા જિનબિંબ કે તેની સ્થાપના સમક્ષ કરવાની છે.
પ્રણિપાત ખમા. પ્રણિ.ની ક્રિયા ત્રણ વાર કરવી.
(૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org