________________
૫૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
૮. હવે ઉપરની રીતથી ઊલટી રીતે મુહપત્તીને ત્રણ ટપ્પુ કોણીથી આંગળીના ટેરવા સુધી લઈ જાઓ અને કંઈક કાઢી નાખતા હો તે રીતે બોલો કે
કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું
[આ એક જાતનો પ્રમાર્જન વિધિ હોવાથી તેની ક્રિયા પણ તેવી જ રાખવામાં આવી છે.
૯. એ જ રીતે ત્રણ ટપ્પુ હથેલીથી કોણી સુધી મુહપત્તી અધર રાખી અંદર લો અને બોલો કે
જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું
[આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એને ન્યાસ કરવામાં આવે છે.]
૧૦. હવે ઉપરથી ઊલટી રીતે ત્રણ ટપ્પુ કોણીથી હાથની આંગળી સુધી મુહપત્તી લઈ જાઓ અને બોલો કે-જ્ઞાન-વિરાધના, દર્શન-વિરાધના, ચારિત્ર-વિરાધના પરિહરું
[આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું ઘસીને પ્રમાર્જન ક૨વામાં આવે છે.]
૧૧. હવે મુહપત્તીને ત્રણ ટપ્પુ અંદર લો અને બોલો કે
મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું.
[આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એને ન્યાસ કરવામાં આવે છે.]
૧૨, હવે ત્રણ ટપ્પુ મુહપત્તીને કોણીથી હાથની આંગળી સુધી લઈ જાઓ અને બોલો કે
મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું
[આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું પ્રમાર્જન કરવામાં
આવે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org