________________
મુહપતી-પડિલેહણનો વિધિ ૦૫૫૩
તે વખતે મનમાં ધીમેથી બોલો કે
સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરું.
[દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓ ખંખેરી નાખવા જેવી છે, એટલે મુહપત્તીને અહીં ત્રણ વાર ખંખેરવામાં આવે છે.]
૪. પછી ડાબા હાથ પર મુહપત્તી મૂકી પાસું ફેરવી જમણા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરો, તે વખતે મનમાં બોલો કે
કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું
[ત્રણ પ્રકારના રાગ ખંખેરી નાખવા જેવા છે, એટલે મુહપત્તીને અહીં ત્રણ વાર ખંખેરવામાં આવે છે.]
૫. મુહપત્તીનો મધ્ય ભાગ ડાબા હાથ પર નાખી, વચલી ઘડી પકડી બેવડી કરો. [અહીંથી મુહપત્તીને સંકેલવાનું શરૂ થાય છે.]
૬. પછી જમણા હાથના ચાર આંગળાનાં ત્રણ આંતરામાં મુહપત્તીને ભરાવીને ખંખેરવી. (આ ક્રિયાને અખોડા* પખોડા કહે છે.)
૭. પછી ડાબા હાથની હથેલીને ન અડે એવી રીતે ત્રણ ટર્પે કોણી સુધી લાવો અને દરેક વખતે બોલો કે
સુદેવ, સુગુરુ સુધર્મ આદરું. સુિદેવ, સુગુરુ અને સુધર્મ વિશેની શ્રદ્ધા આપણામાં દાખલ થાય તેવી ઇચ્છા છે, તેથી મુહપત્તીને આંગળીઓના અગ્ર ભાગથી અંદર તરફ લાવવાની ક્રિયા કરવામાં આવે છે. તેમાં પહેલા ટપ્પ મુહપત્તી લગભગ આંગળીના મૂળ સુધી લાવવી જોઈએ અને તે વખતે સુદેવ બોલવું જોઈએ. પછી બીજા ટપ્પ મુહપત્તીને હથેલીના મધ્ય ભાગ સુધી લાવવી જોઈએ અને તે વખતે સુગુરુ બોલવું જોઈએ અને ત્રીજા ટપ્પ મુહપત્તીને કોણી સુધી લાવવી જોઈએ અને તે વખતે સુધર્મ આદરું એટલા શબ્દો બોલવા જોઈએ.
* અખોડા એટલે (સં.) આસ્ફોટક અને પખોડા એટલે (સં.) પ્રસ્ફોટક આસ્ફોટક
એટલે ઝાટકવા અથવા ખંખેરવાની ક્રિયા અને પ્રસ્ફોટક એટલે વારંવાર ઝાટકવા અથવા ખંખેરવાની ક્રિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org