________________
સામાયિક લેવાનો વિધિ ૦પ૩૭
આ ક્રિયામાં પચીસ બોલ મુહપત્તીના તથા પચીસ બોલ અંગપડિલેહણાના ચિતવવા.
૬. સામાયિકની ક્રિયા શરૂ કરવાનો આદેશ પછી ખમા. પ્રણિ. ઇચ્છા. સામાયિક સંદિસાહું? (ગુરુ કહે, સંદિસહ). ઉપાસકે કહે
ઇચ્છે.
૭. ખમા. પ્રણિ. ઈચ્છા. સામાયિક ઠાઉં ? (ગુરુ કહે, ઠાએહ.) ઉપાસક કહે ઇચ્છે.
સામાયિકની પ્રતિજ્ઞા (૮) પછી બે હાથ જોડીને નમુક્કાર(નવકારમંત્ર)નો પાઠ એક વખત
બોલવો અને ઊંચા અવાજે કહેવું કે ઇચ્છકારી ભગવદ્ ! પસાય કરી સામાયિક-દંડક ઉચ્ચરાવોજી. આ સમયે ગુરુ હોય તો તે અગર કોઈ વડીલ ક્રિયામાં હોય તો તે સામાઈય-સુર(કરેમિ ભંતે સૂત્ર)નો પાઠ બોલે અને ક્રિયા કરનાર ઊભો હોય તો ઊભા ઊભા અને બેઠો હોય તો બેઠા બેઠા બે હાથ જોડીને સહેજ માથું નીચું નમાવવાપૂર્વક શાંતિથી શ્રવણ કરે અને તે પ્રમાણે ધીમે સ્વરે બોલે, પણ તે સમયે કોઈ સામાયિક-દંડક ઉચ્ચરાવે. તેવું ન હોય તો પોતે જ સામાઈય-સુત્ત(કરેમિ ભંતે સૂત્ર)નો પાઠ નમસ્કાર-પૂર્વક બોલે.
ખમા. પ્રણિ. (૯) ઇચ્છા. બેસણે સંદિસાહઉં ? (ગુરુ કહે, સંદિસહ) ઉપાસક કહે ઇચ્છ. (૧૦) ખમા. પ્રણિ. ઈચ્છા. બેસણે ઠાઉં ? (ગુરુ કહે, ઠાએહ) ઉપાસક કહે ઇચ્છ.
સ્વાધ્યાયનો આદેશ (૧૧) ખમા. પ્રણિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org