SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર ૦ ૫૧૭ चत्वारः अष्ट दश द्वौ च, वन्दिताः जिनवराः चतुर्विंशतिः । परमार्थ-निष्ठितार्थाः, सिद्धाः सिद्धि मम( मह्यं ) दिशन्तु ॥५॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ સિદ્ધાdi [ સિગ્યઃ]-સિદ્ધોને. સિદ્ધિગતિ પામેલા આત્માઓ, તે સિદ્ધો. વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૧, ૮, ૧૩. વૃદ્ધા- વુિષ્ય:-બુદ્ધોને. વસ્તુનું યથાર્થ તત્ત્વ જેમણે જાણ્યું છે, તે બુદ્ધ. બધી વસ્તુનું યથાર્થ તત્ત્વ કેવલજ્ઞાન વડે જ જાણી શકાય છે, માટે બુદ્ધનો અર્થ કેવલજ્ઞાની થાય છે. પાર-થાઈi-[પાર-તેગ ]-પારંગતોને, પાર પામેલાઓને. પા-પર્યન્ત સંસારી નનબ્રાતિ વા નતા પારીતા (લ. વિ.) સંસાર અથવા પ્રયોજન-સમૂહના પારને પામેલા, તે પારંગત. પરંપર-થાઈi-[પરંપર-:]-પરંપરાને પામેલાઓને, ગુણસ્થાનની પરંપરાને પ્રાપ્ત થઈને મોક્ષે ગયેલાઓને. એ પછી બીજું અને બીજા પછી ત્રીજું, એમ જે ક્રમસર ગોઠવાયેલું હોય છે, તેને પરંપર કહેવાય છે. તેના પરથી પરંપરાનો અર્થ હાર કે શ્રેણિ થાય છે. અહીં તે ગુણ-શ્રેણિને અનુલક્ષીને વપરાયેલો છે. આત્મા નિગોદાવસ્થાથી માંડીને સિદ્ધાવસ્થા સુધીમાં અનેક ભૂમિકાઓમાંથી પસાર થાય છે, તેને શાસ્ત્રકારોએ ચૌદ વિભાગમાં વહેંચી છે. આ ચૌદ ભૂમિકાઓને ચૌદ ગુણસ્થાન કહેવામાં આવે છે. જેનાં નામો નીચે મુજબ છે : (૧) મિથ્યાષ્ટિ (૮) અપૂર્વકરણ (૨) સાસા(સ્વા)દન (૯) અનિવૃત્તિ (૩) મિશ્ર (૧૦) સૂક્ષ્મસંપરાય (૪) અવિરતિ-સમ્યગ્દષ્ટિ (૧૧) ઉપશાન્તમોહ (૫) દેશવિરતિ (૧૨) ક્ષીણમોહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy