________________
પુષ્પરવર-સૂત્ર ૫૧૧ આવેલા ભરત. ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં શ્રતધર્મની આદિ કરનારાઓને હું નમસ્કાર કરું છું. ૧.
અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવ સમૂહથી તથા નૃપ-સમૂહથી પૂજાયેલા અને મોહનીયકર્મની સર્વ જાળને તોડી નાખનાર મર્યાદાવંત શ્રતધર્મને હું વંદન કરું છું. ૨.
જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ અને શોકરૂપી સાંસારિક દુઃખોનો નાશ કરનાર, ઘણાં કલ્યાણ અને વિશાળ સુખને આપનાર, દેવો, દાનવો અને રાજાઓના સમૂહથી પૂજાયેલ એવા શ્રતધર્મનો સાર જાણ્યા પછી કયો માણસ ધર્મની આરાધના કરવામાં પ્રમાદ કરે ? ૩.
હે મનુષ્યો ! (નય-નિક્ષેપથી) સિદ્ધ એવા જૈન દર્શનને હું પુનઃ નમસ્કાર કરું છું, કે જે દેવો, નાગકુમારો, સુપ(વીર્ણ-કુમારો, કિન્નરો, આદિથી સાચા ભાવે પૂજાયેલ છે, તથા જે સંયમ-માર્ગની સદા વૃદ્ધિ કરનારું છે અને જેમાં સકલ પદાર્થો તથા ત્રણ લોકના મનુષ્ય અને સુિર], અસુરાદિકને આધારરૂપ જગત વર્ણવાયેલું છે. આવા સંયમ-પોષક અને જ્ઞાન-સમૃદ્ધ દર્શન વડે પ્રવૃત્ત થયેલો શાશ્વત જૈન ધર્મ વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે ચારિત્રધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો. ૪.
- શ્રુત-ભગવાનની આરાધના-નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. વંદણવત્તિયાએ વગેરે.
(૬) સૂત્ર-પરિચય ભાષા અને સાહિત્ય આપણા જીવનમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો મનુષ્ય પાસે ભાષા (વ્યક્ત વર્ણોચ્ચાર) ન હોત, તો તેના અને પશુના વચ્ચે ઝાઝો તફાવત રહેત નહિ. ભાષા વડે મનુષ્ય પોતાની જરૂરિયાતો બીજાને જણાવી શકે છે, તથા પોતાના વિચારો બીજાને સંભળાવી શકે છે. તે જ રીતે બીજાના વિચારો સાંભળીને તે યાદ રાખી શકે છે, તથા તેમાંથી જે કંઈ ગ્રહણ કરવા જેવું હોય તે ગ્રહણ કરીને તેનો લાભ ઉઠાવી શકે છે.
ભાષાને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની કલામાંથી સાહિત્યનિર્માણ થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org