SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ છે, છતાં તેમાં પણ મનુષ્યની વસ્તી હોવાનો સંભવ છે. ભૂમિ-મોક્ષ-સાધનને અનુકૂળ ક્ષેત્ર. અમુક ક્ષેત્રો કર્મભૂમિ છે અને અમુક ક્ષેત્રો અકર્મભૂમિ છે; અન્ય દર્શનકારો પણ આ જાતની માન્યતા ધરાવે છે. જેમ કે વિષ્ણુપુરાણના બીજા અંશના ત્રીજા અધ્યાયમાં જણાવ્યું છે કે : कर्मभूमिरियं स्वर्गमपवर्ग च् गच्छताम् । (ભારતવર્ષને ઉદેશીને) આ કર્મભૂમિ છે, કે જ્યાંથી સ્વર્ગ અને મોક્ષમાં જઈ શકાય છે. આદિ-ધર્મની આદિ કરનારા. સમયે સમયે એવા મહાપુરુષો જરૂર પ્રકટે છે કે જેઓ અહિત્ બનીને-તીર્થકર બનીને ધર્મમાર્ગનું સ્થાપન કરે છે અને એ રીતે વ્યવહારની દૃષ્ટિને ધર્મમાર્ગની આદિ કરે છે. આ કાર્યમાં શ્રુતજ્ઞાન નિમિત્તભૂત થાય છે, એટલે તેઓ શ્રતધર્મની આદિ કરનારા પણ કહેવાય છે. સાથ-મર્યાદા ધરનાર-આગમયુક્ત. મામવત ત્રિ માં થારત્તિ (આ. ટી.) જેઓ આગમવત્તા છે, તેઓ જ મર્યાદાને ધારણ કરે છે. એટલે સમાધર શબ્દ અહીં આગમવન્ત-આગમ-યુક્તના અર્થમાં વપરાયેલો છે. આગમ એટલે આપ્તવચનાવાળું શાસ્ત્ર. શ્રુતજ્ઞાનમાં ગમે તે પુસ્તકનો સમાવેશ થતો નથી, પણ જે આગમરૂપ હોય તેનો જ સમાવેશ થાય છે. મોહા-મોહનીયકર્મની પ્રકૃતિઓ. મોહનીયકર્મની પ્રકૃતિઓ એટલે મોહનીયકર્મ અને તેનાથી ઉત્પન્ન થતાં ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, વેદ (જાતીયવૃત્તિ) અને મિથ્યાત્વ આદિ ભાવો. ગતિ-નર-મર-શ-જન્મ, જરા, મરણ અને શોક. (૫) અર્થ-સંકલના અર્થો પુષ્કરવરદ્વીપ, ધાતકીખંડ અને જંબૂદ્વીપ મળીને અઢીદ્વીપમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy