________________
પુખરવર-સૂત્ર ૫૦૫
(ત. સૂ. ૮-૧) મિથ્યાત્વ, અવિરતિ (ત્યાગનો અભાવ), પ્રમાદ, કષાય અને યોગ એ કર્મ-બંધના હેતુઓ છે. પ્રમાદના આઠ પ્રકારો નીચે મુજબ માનવામાં આવે છે :
(૧) અજ્ઞાન, (૨) સંશય, (૩) મિથ્યાત્વ, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) સ્મૃતિ-બ્રશ, (૭) ધર્માચરણમાં આળસ અને (૮) મન, વચન તથા કાયાનું દુપ્રણિધાન દુષ્ટ રીતે પ્રવર્તન).
ઉત્તરાધ્યયનસૂત્રના બત્રીસમા અધ્યયનમાં પ્રમાદનાં અનેક સ્થાનોનું વર્ણન અનેક રીતે કરવામાં આવ્યું છે.
સિદ્ધ-[સિદ્ધા]-સિદ્ધને. - સિદ્ધ એટલે ફલ આપવામાં સિદ્ધ. તત્ર સિદ્ધિઃ નાયાબિાન ! (લ. વિ.) તેનો અર્થ પ્રતિષ્ઠિત કે પ્રખ્યાત પણ થાય છે. પ્રતિષ્ઠિત એટલે નયો અને પ્રમાણો વડે સ્થાપિત થયેલો અને પ્રખ્યાત એટલે ત્રણ કોટિથી શુદ્ધ. અહીં કષ, છેદ અને તાપ એ ત્રણ કોટિ સમજવાની છે, કે જે પરીક્ષાનું મુખ્ય સાધન છે.
જો !-[ ]-હે ! સુજ્ઞ જનો ! યમો-[પ્રયત:]-પ્રયત્ન-પૂર્વક, આદરવાળો થયો છતો. પ્રવર્ષે યત્ન: પ્રયત્ન-વિશેષ પ્રકારે યત્ન કરાયેલો.
મો-[ન:]-નમસ્કાર હો. નિમણ-દુનિકતા]-જિનમતને, જૈન સિદ્ધાન્તને.
જિનમતનો અર્થ શ્રીમલયગિરિજીએ જીવાભિગમસૂત્રની વૃત્તિમાં નીચે મુજબ કર્યો છે :
जिनमतमिति रागादिशत्रून् जयति स्म (इति) जिनः । स च यद्यपि छद्मस्थवीतरागोऽपि भवति, तथाऽपि तस्य तीर्थप्रवर्तकत्वायोगादुत्पन्नकेवलज्ञानस्तीर्थकृदभिगृह्यते, सोऽपि च वर्द्धमानस्वामी, तस्य वर्तमानतीर्थाधिपतित्वात्, तस्य जिनस्य वर्द्धमानस्वामिनो मतम्अर्थतस्तेनैव प्रणीतत्वादाचारादि-दृष्टिवाद-पर्यन्तं द्वादशाङ्गं गणि-पिटकम्,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org