________________
“સંસારદાવાનલ'-સૂત્ર ૦૪૮૯
તળિયું નજરે દેખાતું હોય, તે પાથ-છીછરું કહેવાય છે અને જેનું તળિયું ન દેખાતું હોય અથવા તે કેટલું ઊંડું છે તે ન જણાતું હોય, તે સાથ કહેવાય છે. ભાવાર્થ કે વીરપ્રભુના આગમો નય-નિક્ષેપના ઊંડા જ્ઞાનથી ભરપૂર છે.
સુપ-પવી-ની-પૂરખરા-સુંદર-પદ-રચનારૂપ જળના સમૂહ વડે મનોહર છે, તેને.
સુદું-પદ-સારું પદ તે સુપર. તેની પદવી એટલે યોગ્ય ગોઠવણ તે સુપ-પવી. તે રૂપી નીના પૂર એટલે સમૂહ વડે મમરામ, તે સુપપવી-નીર-પૂરાઈમરીમ-તે પ્રત્યે, તેને. આ પદ પણ વીરાગમનું વિશેષણ છે.
જેમ સમુદ્રમાં પાણીનો સમૂહ ઘણો હોય છે, તેથી તે મનોહર લાગે છે, તેમ વીરાગમરૂપી જલનિધિ-મહાસાગર સુંદર પદોની રચનારૂપ પાણીથી ભરપૂર હોઈને મનોહર લાગે છે.
નીવહિંફાવિરત્ન-નદી-સંપાદિદં-જીવદયાના સિદ્ધાંતોની અવિરલ લહરીઓના સંગમ વડે જેનો દેહ ગંભીર છે, તેને.
નવની મર્દા તે ગીવહિંસા. જીવ પોતે તો મરતો નથી, પણ જે દેહને તે ધારણ કરે છે તેનું છેદન, ભેદન અને મરણ થાય છે. ઉપચારથી આવા જીવયુક્ત દેહને જ જીવ કહેવામાં આવે છે, એટલે તેની હિંસા કરવાનો અર્થ તેણે ધારણ કરેલા દેહની હિંસા છે. પ્રમાદવશાત્ કોઈ પણ પ્રાણીના દેહને તેના જીવથી જુદો પાડવો, કે તેનું કોઈ પણ અંગોપાંગ છેદી નાખવું, યા તો તેને કષ્ટ આપવું એ હિંસા કહેવાય છે. આવી હિંસામાંથી વિરમવું તે અહિંસા છે.
વિન-નિરંતર, જે છૂટું-છવાયું હોય તે વિરતા કહેવાય છે. તેથી વિરત્નનો અર્થ તેના પ્રતિપક્ષી ભાવમાં નિરંતર-આંતરા-વિનાનું થાય છે. નદી-તરંગ કે મોજું. સંડાસ જોડાણ. જ્યાં એક મોજું શમે ત્યાં બીજું ઊઠતું હોય અને બીજું શમે ત્યાં ત્રીજું ઊઠતું હોય ત્યાં નદીનો સંગમ થયેલો ગણાય છે. આવી ક્રિયા જ્યાં નિરંતર ચાલી રહી હોય તે વિરત્ન-નદી-સંજાન કહેવાય છે, અને આ રીતે જ્યાં નિરંતર લહરી-સંગમ થતો હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org