________________
તે જ્ઞાન ઉપાદેય નહિ પણ હેય છે. જે શ્રદ્ધા ચારિત્રને વધારનાર નથી પણ ચુકાવનાર છે, તે શ્રદ્ધા આદરણીય નહિ પણ ત્યાજય છે. શ્રદ્ધા, જ્ઞાન કે ચારિત્ર એ આત્માના મૂળ ગુણ છે. પ્રત્યેક જીવાત્મામાં તે ત્રણે હોય છે, પરંતુ દરેક વખતે મોક્ષના સાધક હોય એમ બનતું નથી. સમ્યફ શ્રુતજ્ઞાનની ભાવપૂર્વક પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તે મોટે ભાગે મોક્ષના સાધક નહિ પણ બાધક જ હોય છે. મોક્ષસાધક ચારિત્ર ઉપર જેને શ્રદ્ધા નથી, તેને તેથી વિરુદ્ધ પ્રકારના વર્તન ઉપર શ્રદ્ધા હોય છે, કેમકે પ્રત્યેક વર્તનની પાછળ શ્રદ્ધા અને પ્રત્યેક શ્રદ્ધાની પાછળ જ્ઞાન આવશ્યક હોય છે. મોક્ષ સાધી આપનારું વર્તન એ ચારિત્ર છે, તેથી તે પણ શ્રદ્ધા અને જ્ઞાનની અપેક્ષા રાખે છે. મોક્ષસાધક ચારિત્રને પુષ્ટ કરનારી શ્રદ્ધા અને એ શ્રદ્ધાને પુષ્ટ કરનારું જ્ઞાન, અનુક્રમે સમ્યકૂશ્રદ્ધા અને સમ્યજ્ઞાન કહેવાય છે. એક પણ પદ કે એક પણ વાક્ય મોક્ષને સાધક ચારિત્રગુણની પુષ્ટિ કરનાર હોય તો તે શ્રી જિનાગમનો અંશ છે, કારણ કે શ્રી જિનાગમ ચારિત્રગુણની પુષ્ટિ અને ચારિત્રગુણની વૃદ્ધિ દ્વારા મોક્ષ માટે નિર્મિત થયેલું છે.
કોઈ પણ તીર્થંકરના તીર્થમાં કોઈ પણ મુનિ દીક્ષા અંગીકાર કરીને શ્રુતજ્ઞાનના પારગામી થયા એમ જણાવવું હોય, ત્યારે શાસ્ત્રકારો નીચેના શબ્દોનો ઉલ્લેખ કરે છે :
सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ । सामाइयाई चोद्दसपुव्वाइं अहिज्जइ ।
સામાયિક આદિ અગિયાર અંગોને ભણે છે અથવા સામાયિકાદિ ચૌદ પૂર્વો-બાર અંગોને ભણે છે.
અહીં શાસ્ત્રકારો સામાયિકથી માંડીને અગિયાર અંગ કે બાર અંગનું અધ્યયન જણાવે છે. તેમાં પ્રથમ સામાયિક જ શા માટે ? શ્રી જિનમતમાં સામાયિક એ સાવદ્યયોગની નિવૃત્તિરૂપ અને નિરવદ્યયોગની પ્રવૃત્તિરૂપ છે. સાવદ્યયોગથી વિરામ પામવું અને નિરવઘયોગોમાં પ્રવૃત્ત થવું અને પરિણામે સ્વસ્વરૂપમાં સ્થિર થવું, એ ચારિત્રગુણનું લક્ષણ છે. ચારિત્રગુણના આ મર્મને નહિ સમજનારા કેટલાક ચારિત્રના નામે સમ્પ્રવૃત્તિઓનો વિરોધ કરે છે. વળી કેટલાક મનઃકલ્પિત અસ–વૃત્તિઓને ચારિત્રગુણનું ઉપનામ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org