________________
૪૮૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પત્થ-[પ્રસ્તા]-પ્રશસ્તા, વખણાયેલી, ઉત્તમ
(૪) તાત્પર્યાર્થ સુગમ છે.
(૫) અર્થ-સંકલના કલ્યાણના કારણરૂપ પ્રથમ-તીર્થકર શ્રી ઋષભદેવને, શ્રી શાંતિનાથને, મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રીનેમિનાથને, પ્રકાશસ્વરૂપ તથા સર્વ સગુણોના સ્થાનરૂપ શ્રી પાર્શ્વનાથને તથા પરમપૂજય શ્રી મહાવીરસ્વામીને અનન્ય ભક્તિથી હું વંદન કરું છું. ૧.
અપાર ગણાતા એવા સંસાર-સમુદ્રનો પાર પામેલા, દેવ-સમૂહ વડે પણ વંદન કરવાને યોગ્ય, કલ્યાણના પરમકારણભૂત એવા સર્વે જિનેન્દ્રો મને શાસ્ત્રના અનન્ય સારરૂપ અથવા પૂર્ણ પવિત્ર મોક્ષ-સુખ આપો. ૨.
શ્રીજિનેશ્વરદેવે પ્રરૂપેલું શ્રુતજ્ઞાન જે નિર્વાણ-પ્રાપ્તિ માટે ઉત્તમ સાધન છે, જેણે એકાંતવાદીઓના સિદ્ધાંતોને ખોટા સાબિત કરી બતાવ્યા છે, જે વિદ્વાનોને પણ શરણ લેવાને યોગ્ય છે, તથા જે ત્રણે લોકમાં શ્રેષ્ઠ છે, તેને હું નિત્ય નમું છું. ૩.
મચકુંદ(મોગરા)ના ફૂલ જેવી, પૂનમના ચંદ્ર જેવી, ગાયના દૂધ જેવી કે હિમના સમૂહ જેવી શ્વેત કાયાવાળી, એક હાથમાં કમલ અને બીજા હાથમાં પુસ્તક ધારણ કરનારી, કમલ ઉપર બેઠેલી અને સર્વ રીતે પ્રશસ્ત એવી વાગીશ્વરી-સરસ્વતીદેવી અમને સદા સુખ આપનારી થાઓ. ૪.
(૬) સૂત્ર-પરિચય સ્તુતિ અને સ્તવન એ પ્રભુ-પૂજાનું મહત્ત્વનું અંગ છે. તેમાં જે સ્તુતિ અને સ્તવનો ઉત્તમ પ્રકારનાં હોય છે, એટલે કે અર્થ-ગંભીર અને વિદ્યમાન ગુણોની યોગ્ય પ્રશંસારૂપ હોય છે, તે કર્મ-વિષને દૂર કરવા માટે પરમમંત્ર-સમાન નીવડે છે. તેથી જ પ્રભુ-પૂજા કર્યા પછી તથા પ્રાત:કાલ તથા સાયંકાલના અનુષ્ઠાન-પ્રસંગે સ્તુતિ અને સ્તોત્રોથી યુક્ત અસ્મલિતાદિગુણોવાળું ચૈત્યવંદન કરવાનું યોગ્ય મનાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org