________________
૪૭૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પાડ્યું-[પાર્શ્વમ્]-પાર્શ્વનાથને, ત્રેવીસમા તીર્થંકર ‘શ્રી પાર્શ્વનાથ’ને.
જેઓ બધી વસ્તુઓને પાસે રહેલી હોય તેમ નિહાળી શકે છે, તે પાર્શ્વ. અથવા જેમની માતાએ રાત્રિમા અંધકાર હોવા છતાં પાસેથી પસાર થતા કૃષ્ણ સર્પને નિહાળ્યો હતો, અને તે પ્રભાવ ગર્ભનો છે એમ જાણ્યું હતું, તેથી તે પાર્શ્વ. વધારે વિગત માટે જુઓ સૂત્ર ૮ તથા ૧૭.
પયાŔ-[પ્રાણમ્]-પ્રકાશ-સ્વરૂપ, પ્રકાશ કરનારા.
કેવલજ્ઞાનની પ્રાપ્તિને લીધે તેઓ પૂર્ણ-સ્વરૂપે પ્રકાશે છે, તેથી પ્રકાશરૂપ કે પ્રકાશ કરનારા કહેવાય છે.
સુમુખિન-કાળ-[સુમુળ-સ્થાનમ્ -સુગુણના એકસ્થાનરૂપ બધા સદ્ગુણો જ્યાં એકત્ર થયા છે, તેવા.
સુષ્ઠુ-ગુણ અથવા સમ્યગ્ ગુણ, તે સુગુણ. તે સદ્ગુણ પણ કહેવાય છે. એકત્ર થવાનું જે અદ્વિતીય સ્થાન તે એકસ્થાન. એટલે બધા સદ્ગુણોને એકત્ર થવાનું જે સ્થાન છે, તે સદ્ગુણોનું એકસ્થાન-સુગુણૈકસ્થાન કહેવાય છે. મત્તૌડ઼-[મસ્યા]-ભક્તિથી, આંતરિક શ્રદ્ધાથી, હૃદયના ઉલ્લાસ
પૂર્વક.
વંતુ વન્દે-વંદું છું.
સિવિદ્ધમાનં-[શ્રીવદ્ધમાનમ્]-શ્રીવર્ધમાનને, ‘શ્રીમહાવી૨
જેઓ જ્ઞાનાદિ-ગુણોથી નિરંતર વૃદ્ધિ પામતા રહ્યા છે, તે ‘વર્ધમાન’ અથવા માતાની કુક્ષિમાં આવતાં જેમના પિતાના કુલમાં તથા રાજ્યમાં ધનધાન્યાદિની સારી રીતે વૃદ્ધિ થઈ, તે વર્ધમાન. ચોવીસ તીર્થંકરોમાં તેઓ સહુથી છેલ્લા થયા છે. તેમનું મૂળ નામ ‘વર્ધમાન’ છે, અને અપૂર્વ વીરતાને લીધે દેવતાઓએ પાડેલું નામ ‘શ્રમણ ભગવાન મહાવીર' છે.
સ્વામી’ને.
‘શ્રી' એટલે 'લક્ષ્મી, શોભા, વિભૂતિ કે સિદ્ધિ. તે પૂયતા, પવિત્રતા કે સન્માનનો ભાવ પણ દર્શાવે છે; તેથી ‘શ્રીવર્ધમાન'નો અર્થ પૂજ્ય વર્ધમાન, પવિત્ર વર્ધમાન કે માનનીય વર્ધમાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org