________________
અરિહંત-ચેઈયાણં સૂત્ર ૦૪૬૯ લીધો, જે માર્ગે ચાલીને તેઓએ નિર્વાણપદની પ્રાપ્તિ કરી અને જે માર્ગનો જગતને ઉપદેશ કર્યો, તે માર્ગમાં જ સાધકનું ચિત્ત ચોટી જાય છે અને પરમ-શ્રદ્ધાથી તેનું અનુસરણ કરતાં એક સમયે તે પણ નિર્વાણપદને પામે છે. આ રીતે “ભક્તિ પણ મુક્તિનો એક ભવ્ય માર્ગ હોવાથી સુજ્ઞ જનોએ તેને સત્કારેલો છે, પંડિત-પુરુષોએ તેને સન્માનેલો છે અને આત્મવિકાસના પરમ અભિલાષી એવા મુમુક્ષુ જનોએ તેને અપનાવેલો છે. આ માર્ગનું મુખ્ય આલંબન “ચૈત્ય છે. તે દ્વારા અહંનું તેનું સ્તવન કરવું એ પ્રસ્તુત સૂત્રનો હેતુ છે, તેથી તે “ચૈત્ય-સ્તવના નામથી ઓળખાય છે.
જગતમાં જે ધર્મો આજે પ્રચલિત છે, તેમાંના દરેકને “ઇષ્ટદેવની ભક્તિ માટે આવું કે આવા પ્રકારનું કોઈ ને કોઈ સ્વરૂપ સ્વીકારવું પડ્યું છે, વૈદિક ધર્મમાં મંદિર” અને “મૂર્તિ'નો મહિમા મોટો છે, બૌદ્ધ ધર્મમાં મઠ, વિહારો અને “ચૈત્યોને અપૂર્વ સ્થાન પ્રાપ્ત થયેલું છે; શીખધર્મમાં
ગુરુદ્વારા” અને “ગ્રંથ-સાહેબ'ની ભક્તિ અપૂર્વ છે, ખ્રિસ્તી ધર્મમાં “ચર્ચની યોજના વિશાલ પાયા પર થયેલી છે અને ઇસ્લામધર્મ મૂર્તિનો સંપૂર્ણ વિરોધી હોવા છતાં તેણે પણ “મસ્જિદો' બાંધીને “ઈષ્ટદેવની ભક્તિ કરવા માટેનું સ્થાન ઊભું કરેલું છે. વળી આર્યસમાજી તરીકે પ્રસિદ્ધ થયેલા લોકો જે પ્રકટ રીતે મૂર્તિપૂજા'નો વિરોધ કરે છે, તેઓ તેના સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ-સરસ્વતીની છબીઓ ઘર ઘરમાં રાખે છે અને તેના પ્રત્યે ભારે માનની લાગણી દાખવે છે. જેન-સમાજમાં પણ જે વર્ગ “મંદિર ચણાવવામાં હિંસા માનીને તેનો વિરોધ કરે છે. તેઓ “સ્થાનકો” બાંધી–બંધાવીને તેમાં એકત્ર થાય છે અને ત્યાં રહીને પોતાની સમજ પ્રમાણે ધર્મની ક્રિયા કરે છે. કહેવાની મતલબ એ છે કે જેઓ પ્રકટપણે મૂર્તિઓનો અને મંદિરોનો સ્વીકાર કરે છે તથા જેઓ તેનો એક યા બીજા કારણે વિરોધ કરે છે, તે સર્વેને કોઈ ને કોઈ પ્રકારનાં ભક્તિનાં સાધનનો સ્વીકાર કરવો જ પડ્યો છે, કારણ કે તે અનિવાર્ય છે.
જયાં “શ્રદ્ધા નથી, ત્યાં “ભક્તિ ટકતી જ નથી, એટલે સર્વ પ્રકારની ભક્તિની પાછળ “શ્રદ્ધા' તો હોવી જ જોઈએ. ‘દ્રવ્ય-ભક્તિ' એટલે આંતરિક ભાવની દઢતા માટે જરૂરી બાહ્યોપચાર અને ‘ભાવ-ભક્તિ' એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org