________________
૪૬૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
છે અને તે જ ધ્યાનસિદ્ધિ છે.*
(૫) અર્થ-સંકલના અતુ-પ્રતિમાઓના આલંબન વડે કાયોત્સર્ગ કરવા ઇચ્છું છું. વંદનનું નિમિત્ત લઈને, પૂજનનું નિમિત્ત લઈને, સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બોધિના લાભનું નિમિત્ત લઈને, તથા મોક્ષનું નિમિત્ત લઈને મારી ઉત્કટ ઇચ્છા વડે, યથાર્થ સમજણ વડે, ઉત્તમ ચિત્ત સ્વસ્થતા વડે, પ્રખર ધારણા વડે અને વધતી જતી અનુપ્રેક્ષા વડે કાયોત્સર્ગ કરું છું.
(૬) સૂત્ર-પરિચય આત્મવિકાસ, આત્મોન્નતિ કે આત્મોદ્ધાર માટે અનુભવી પુરુષોએ જે જે માર્ગો બતાવ્યા છે, તેમાંનો એક માર્ગ “ભક્તિ' પણ છે. વિષય અને વિકારથી ભરેલા માનવીનાં મનને પવિત્ર કરવાને માટે તે એક સચોટ ઉપાય
છે. શ્રીહરિભદ્રસૂરિએ ધર્મબિંદુમાં કહ્યું છે કે-“ઈઃ રિતે ૪ મવતિ વિ7ષ્ટર્ન-વિરામ તિ ' (અ. ૬૪૮) “ભગવંત હૃદયમાં રહેવાથી ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. કારણ કે-“નના નનવનથતિ'—જલ અને અગ્નિની જેમ તે બંનેને પરસ્પર વિરુદ્ધભાવ છે.” એટલે જે હૃદયમાં અનંત ગુણોના સ્વામી શ્રીઅરિહંત ભગવંતને સ્થાન પ્રાપ્ત થયું હોય છે, ત્યાંથી ક્લિષ્ટકર્મના ઉત્પાદક અને પોષક એવા રાગ અને દ્વેષ આદિ દોષો પલાયન કરી જાય છે અને તેથી સ્વાભાવિક રીતે જ તે હૃદય પવિત્ર બને છે.
આ “ભક્તિનો પ્રારંભ પ્રશસ્ત રાગમાંથી થાય છે. જેમ જેમ તે આગળ વધતી જાય છે, તેમ તેમ તેમાંથી રાગનું તત્ત્વ દૂર થઈને “સમ-રસ' અથવા “સમ-ભાવ પ્રકટ થતો જાય છે અને એ રીતે તેનું અંતિમ પરિણામ પરાભક્તિ,” “પરવૈરાગ્ય’ કે ‘ભાવ-સમાધિ'માં આવે છે. અરિહંત દેવોએ જીવનની ઉન્નતિ માટે જે માર્ગનું અવલંબન લીધું, જે માર્ગનો અનુભવ
* પાતંજલ યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે-“શ્રદ્ધા, વીર્ય (ધારણા), સ્મૃતિ (ધ્યાન) સમાધિ અને પ્રજ્ઞા વડે અસંપ્રજ્ઞાત યોગની સિદ્ધિ થાય છે.' બૌદ્ધોએ પણ ધ્યાનસિદ્ધિ માટે લગભગ આવાં જ સાધનો સ્વીકાર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org