SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ મંત્ર તુલ્ય છે, એમ સર્વજ્ઞો કહે છે. આ ચૈત્યવંદન દરમિયાન મુદ્રાવિધાન કરવું જોઈએ, તેમજ જિનોએ આચરેલો નિશ્ચય કાયોત્સર્ગ કરવો જોઈએ. આ કારણે ચૈત્યવંદનમાં સ્તુતિ, સ્તવન અને પ્રણિધાન કર્યા પછી કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ કાયોત્સર્ગ કરવાની ઇચ્છા રિહંત ભાઈ રેમિ ' એ એ પદો વડે દર્શાવવામાં આવી છે. તેથી તે અભ્યપગમ સંપદા' કહેવાય છે. આ કાયોત્સર્ગ સામાન્ય નહિ પણ વિશેષ પ્રકારનો છે, તે દર્શાવવા માટે તેની આગળ “અરિહંત વેરૂયા' પદ મૂક્યું છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે આ કાયોત્સર્ગ અહંનાં ચૈત્યો સંબંધી કરવાનો છે-તેમનું આલંબન સ્વીકારીને કરવાનો છે. અહિતની પ્રતિમાનું આલંબન લઈને જે કાયોત્સર્ગ કરવામાં આવે તેને “આલંબન-યોગ” કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિએ તેરમા ષોડશકમાં જણાવ્યું છે કે "स्थानोर्णार्थालम्बनतदन्ययोगपरिभावनं सम्यक् । परतत्त्वयोजनमलं योगाभ्यास इति तत्त्वविदः ॥४॥" તત્ત્વના જાણકારો કહે છે કે સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એ પાંચ પ્રકારના યોગનો સારી રીતે અભ્યાસ કરવો તે મોક્ષમાં બરાબર જોડનારો હોવાથી યોગાભ્યાસ કહેવાય છે. યોગવિશિકામાં તેમણે આ વસ્તુ વધારે સ્પષ્ટ કરી છે : मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाइगओ बिसेसेणं ॥१॥ ठाणन्नत्थालंबणरहिओ तंतम्मि पंचहा एसो । दुगमित्थकम्मजोगो, तहा तियं नाणजोगो उ ॥२॥ “પ્રણિધાનાદિ આશયની શુદ્ધિવાળો સર્વે પણ ધર્મવ્યાપાર મોક્ષમાં યોજનારો-જોડનારો હોવાથી “યોગ જાણવો, પરંતુ અહીં સ્થાનાદિગત વ્યાપારને જ વિશેષરૂપે યોગ જાણવાનો છે. તાત્પર્ય કે યોગનાન્ યો : એવી વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરીએ તો જે જે ધર્મવ્યાપાર પરિશુદ્ધ હોવાને લીધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy