________________
જય વિયરાય' સૂત્ર ૦૪૫૩
સમ્યગ્દર્શનની પુષ્ટિ કરનારી હોઈને અંત્ય મંગલ તરીકે તેનું ઉચ્ચારણ સુસંગત છે.
આ સૂત્રની પ્રથમ બે ગાથા મુક્તાશુક્તિ-મુદ્રા વડે એટલે બે હાથ કમળના ડોડાના આકારે ભેગા કરીને લલાટે લગાડીને બોલવામાં આવે છે, જે વિનય અને ભક્તિનું લક્ષણ છે. આ બે ગાથાઓ પર શ્રી હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા ચે. વૃ. માં, શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં, શ્રી શાંત્યાચાર્યે ચે ઈયવંદણ-મહાભાસમાં અને શ્રી દેવેન્દ્રસૂરિએ દેવવંદનભાષ્યમાં વિવરણ કરેલું છે. આ સૂત્રમાં સર્વ વર્ણ ૧૯૧ અને તેમાં ગુરુ ૧૯ તથા લઘુ ૧૭૨ છે.
(૭) પ્રકીર્ણક આ સૂટાની પહેલી બે ગાથાઓ ઉપર શ્રી હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા નામની ચે. વૃ.માં, તથા શ્રી અભયદેવસૂરિએ પંચાશક વૃત્તિમાં વિવરણ કરેલું છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના સ્વોપજ્ઞવિવરણમાં અને શ્રી દેવેંદ્રસૂરિએ દેવવંદન ભાષ્યમાં પણ તેની પ્રથમ બે ગાથાઓ પર વિવરણ કરેલું છે. સં. ૧૫૦૧માં શ્રી હેમહંસગણિએ રચેલા ષડાવશ્યક બાલાવબોધમાં જણાવ્યું છે કે આ સૂત્રની પહેલી બે ગાથા ગણધર-કૃત છે અને બાકીની ગાથાઓ પૂર્વાચાર્ય-કૃત છે. શ્રી શાંત્યાચાર્યવૃત ચેઈયવંદણમહાભાસમાં આ સૂત્રની ત્રીજી તથા ચોથી ગાથા નજરે પડે છે, પરંતુ તેના ક્રમમાં તફાવત છે. હાલ જે ગાથા ચોથી બોલાય છે, એ તેમાં સહુથી પહેલી આપેલી છે.
છેલ્લો સંસ્કૃત શ્લોક લઘુશાંતિ-સ્તવના તથા બૃહચ્છાતિસ્તવના અંતમાં પણ બોલાય છે તથા માંગલિક પ્રસંગોની પૂર્ણહુતિમાં પણ તેનો ઉપયોગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org