________________
૪૩૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૩૯. “ઉવસગ્ગહરની ગાથાઓનું વૈવિધ્ય
ઉવસગ્ગહર સ્તોત્રની પ્રચલિત પાંચ ગાથાઓ ઉપરાંત વધુ ગાથાઓ પણ કોઈ કોઈ જૂની હાથપોથીઓમાં ઉપલબ્ધ થાય છે. તે પ્રાપ્ત થતી ગાથાઓમાં એકવાક્યતા નથી. કોઈ હાથપોથીઓમાં ૨૦ ગાથા મળે છે તો કોઈ હાથપોથીમાં ૬-૭ કે ૯ ગાથાઓ પણ મળે છે. જો કે તે ગાથાઓ અને વર્તમાનમાં પ્રચલિત પાંચ ગાથાઓને મેળવી જોતાં સારો એવો તફાવત પ્રથમ નજરે જ દેખાઈ જાય છે છતાં પણ કોઈ કોઈ હાથપોથીમાં “આ ભંડારેલી ગાથા છે એવું લખાણ પણ મળે છે.
આ ચર્ચાસ્પદ વિષયની છણાવટ કરવી અહીં પ્રસ્તુત નથી. ૪૦. ઉવસગ્ગહરં સ્તોત્રની દેહરચના (૧) ભાષા-આ સ્તોત્રની ભાષા પ્રાકૃત અથવા અર્ધમાગધી છે. (૨) છંદ-આ સ્તોત્રનાં પોનો છંદની દષ્ટિએ વિચાર કરીએ તો તેનાં
પાંચેય પદ્યો “ગાહા છંદમાં છે. પદ્યાત્મક-રચના-ઉવસગ્ગહર સ્તોત્ર સર્વશે પદ્યાત્મક રચના છે તેમાં એકંદરે પાંચ પડ્યો છે. પારિભાષિક શબ્દો-છંદોની વિચારણા કરવામાં કેટલાક પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો અર્થ નીચે મુજબ સમજવો ઘટે છે.
માત્રા-છંદોને માપવાનો એક પ્રકારનો ઘટક. હૃસ્વની માત્રા એક ગણાય છે અને દીર્ઘની માત્રા બે ગણાય છે.
ગણ-અક્ષર કે માત્રાના સમુદાયને ગણ કહે છે. આવા ગણો બે પ્રકારના છે : અક્ષર ગણ અને માત્રા ગણ.
ચતુષ્કલ-ચાર માત્રાનો ગણ. પાદચરણ, શ્લોકનો ચોથો ભાગ. પૂર્વાર્ધ-શ્લોક આદિનો અર્ધો ભાગ એટલે કે પ્રથમનાં બે પાદો. ઉત્તરાર્ધ-શ્લોકનો અંતનો અર્ધો ભાગ એટલે કે પછીનાં બે પાદો.
(૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org