________________
૪૩૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
બ્રહવૃત્તિકારની માનવી પડે, ગમે તે હોય પણ આ બૃહદ્રવૃત્તિની પ્રાચીન ગ્રંથભંડારોમાં શોધ થવી આવશ્યક છે.
આ વ્યાખ્યા પદોના સમાસોના વિગ્રહોની દષ્ટિએ મહત્ત્વની છે. ૭. હર્ષકીર્તિસૂરિકૃત ઉવસગ્ગહરં વ્યાખ્યા
આ વૃત્તિ પણ વિ. સં. ૧૯૮૯માં દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી તેના ૮૧મા ગ્રંથાક તરીકે પ્રસિદ્ધ થયેલ “અનેકાથરત્નમંજૂષા' નામક ગ્રંથમાં પ્રકાશિત થયેલ છે.
ક્યાંક ક્યાંક ગૂઢાર્થોનું સ્પષ્ટીકરણ એ આ ટીકાની વિશેષતા છે. ૮. સમયસુંદરવાચકકૃત ઉવસગ્ગહર વૃત્તિ
આ વૃત્તિ વિ. સં. ૧૯૯૯માં જિનદત્તસૂરિ પ્રાચીન જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત તરફથી મુદ્રિત કરાયેલ “સપ્તસ્મરણસ્તવ' નામક ગ્રંથના પૃ. ૪૬થી પૃ. ૫૧ ઉપર પ્રકાશિત કરાયેલ છે.
આ વૃત્તિ જિનપ્રભસૂરિકૃત અર્થકલ્પલતાના અનુસાર રચી હોવાનું ગ્રંથકર્તાએ પોતે જ જણાવેલ છે.
આ વૃત્તિની વિશેષતા અઢાર અક્ષરના મંત્રને અઠ્ઠાવીસ અક્ષરનો કેવી રીતે કરવો તેનું સ્પષ્ટીકરણ કરાયું છે તે છે.
તેમાં તત્ત્વ બીજોથી અગ્નિ, વાયુ, અને આકાશ એ ત્રણ તત્ત્વો ગણી તેનાં બીજો અગ્નિબીજ “ૐકાર' વાયુબીજ “સ્વા' અને આકાશબીજ “હા” ગણાવાયાં છે અને પ્રારંભમાં રૈલોક્યબીજ, કમલાબીજ અને અઈબીજ મૂકવાનું કહેવાયું છે (૩ૐકાર મૂકવાનું કેમ સૂચવાયું નથી તે વિચારણીય છે. કદાચ તે લખવો આવશ્યક નથી તેમ માની તેને લખાયો નહીં હોય,) એટલે નીચે મુજબ મંત્ર થાય છે.
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ (ॐ)ही श्री अ है न मि ऊ ण पा स वि स ह र ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ व स ह जि ण फु लिं ग ॐ न मः स्वाहा ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org