________________
ઉવસગ્ગહરં-સૂત્ર૦ ૪૨૯
વિશેષતા છે.
૫. ઉવસગ્ગહર પદાર્થ
'
આ પદાર્થ જિનસૂરમુનિકૃત પ્રિયંકર નૃપકથાના પ્રાંત ભાગ સાથે જોડી દેવાયેલ છે. લા. દ. ભા. સં. વિદ્યામંદિરની પુણ્યવિજય સંગ્રહની પ્રતિ નં. ૪૦૩૬ કે જે ‘ઉપસર્ગહરસ્તોત્ર સટીક પત્ર ૧૦થી ૨૬ (અપૂર્ણ)' નામની છે તેના પત્ર ૨૫ની ૯મી લીટીથી આ પદાર્થ શરૂ થાય છે ત્યાં ‘અર્થતિ સ્મરાં પાર્થી નિહિતાનિ'થી આનો પ્રારંભ કરાયો છે જે ૨૭ મા પત્ર ઉપર પ્રાયઃ સમાપ્ત થતો હોય તેમ દેખાય છે પણ પ્રતમાં ૨૬થી આગળના પત્ર નથી તેથી પ્રાંતે ગ્રંથકારનું નામ જોવા મળતું નથી. પ્રિયંકરનૃપ કથાની સાથે જ આ ‘પદાર્થ જોડી દેવાયેલ છે. તેથી આના પણ કર્તા જિનસૂરમુનિ હશે તેમ લાગે છે. જો તેમ હોય તો આ પદાર્થની રચના ૧૬મી શતાબ્દીની ગણાય.
હર્ષકીર્તિસૂરિની વૃત્તિ અને પદાર્થનું સંપૂર્ણ વાક્યોમાં પણ લગભગ સામ્ય છે, જે આશ્ચર્યજનક છે.
૬. સિદ્ધિચંદ્રગણિકૃત ઉવસગ્ગહરંટીકા
આ ટીકા વિ. સં, ૧૯૮૯માં દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી તેના ૮૧મા ગ્રંથાંક તરીકે પ્રસિદ્ધ થયેલ અનેકાર્થરત્નમંજૂષા નામક ગ્રંથમાં પ્રકાશિત થયેલ છે.
આ વ્યાખ્યામાં પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષે થતા અર્થો દર્શાવાયા નથી. પરંતુ તે અર્થો બૃહદ્વૃત્તિથી જાણી લેવા ભલામણ કરાઈ છે. બૃહદ્વૃત્તિથી તેમને જિનપ્રભસૂરિકૃત વૃત્તિ અભિપ્રેત છે ? કે જિનપ્રભસૂરિ પોતાની વૃત્તિમાં જે બૃહદ્વૃત્તિને નોંધે છે તે બૃહદ્વૃત્તિ અભિપ્રેત છે તે સમજાતું નથી. જો તેમને શ્રી જિનપ્રભસૂરિ જે બૃહવૃત્તિ નોંધે છે તે બૃહદ્વૃત્તિ અભિપ્રેત હોય તો તેમાં પણ ઉવસગ્ગહરંની ગાથાઓના ધરણેન્દ્ર પાર્શ્વયક્ષ અને પદ્માવતી પક્ષે થતા અર્થો કરાયા છે તે સિદ્ધ થાય છે. અને જો આમ હોય તો જિનપ્રભસૂરિષ્કૃત વૃત્તિમાં જે આ રીતના અર્થોની વિશેષતા દેખાય છે તે તેમની પોતાની ન માનતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org