________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૪૨૫ આઠ ક્રિયાપદો છે જે પૈકી એક આજ્ઞાર્થ, એક વિધ્યર્થ અને બાકીનાં છ વર્તમાનકાળનાં છે. વિભક્તિઓ.
ઉવસગ્ગહરં સ્તોત્રમાં જુદી જુદી જે વિભક્તિઓ વપરાઈ છે તેનો વિચાર કરીએ તો માત્ર ચતુર્થી વિભક્તિ સિવાયની સર્વ વિભક્તિઓનો આ સ્તોત્રમાં ઉપયોગ કરાયો છે, જે નીચે મુજબ છે :
પ્રથમા मणुओ ષષ્ઠી તસ દ્વિતીયા पासं
સપ્તમી નરતિનિસુ તૃતીયા अविग्घेणं સંબોધન મહાસ !
પંચમી ता ૩૫. “ઉવસગ્ગહરં સ્તોત્રની રચના પાછળનો ઈતિહાસ
આ સ્તોત્રની રચના વિશે નીચેની કથા પ્રચલિત છે :
ભદ્રબાહુસ્વામીને વરાહમિહિર નામનો એક ભાઈ હતો. તેણે પણ જૈન-દીક્ષા લીધી હતી, પરંતુ કોઈ કારણવશાત પાછળથી તે છોડી દીધી હતી અને જ્યોતિષશાસ્ત્ર દ્વારા પોતાની મહત્તા બતાવી જૈન સાધુઓની નિંદા કરતો હતો. એક વાર રાજાના પુત્રની જન્મકુંડલી વરાહમિહિરે બનાવી આપી અને તેમાં લખ્યું કે પુત્ર સો વર્ષનો થશે. રાજાને એ સાંભળી અત્યંત હર્ષ થયો અને વરાહમિહિરનું બહુમાન કર્યું. આ પ્રસંગનો લાભ લઈ વરાહમિહિરે રાજાના કાન ભંભેર્યા કે-મહારાજ ! આપને ત્યાં કુંવરનો જન્મ થવાથી બધા રાજી થઈ આપને મળવા આવી ગયા પણ જૈનોના આચાર્ય ભદ્રબાહુ નથી આવ્યા, તેનું કારણ તો જાણો ! રાજાએ તે સંબંધમાં તપાસ કરી તો શ્રી ભદ્રબાહુ સ્વામીએ જવાબ આપ્યો કે-નકામું બે વખત શું કામ જવું આવવું? એ પુત્ર તો સાતમે દિવસે બિલાડીથી મરણ પામવાનો છે. રાજાએ એ સાંભળી પુત્ર-રક્ષા માટે ચોકીપહેરા મૂકયા અને ગામની બધી બિલાડીઓને દૂર મોકલાવી દીધી. પરંતુ બન્યું એમ કે સાતમા દિવસે ધાવમાતા બારણામાં બેઠી બેઠી પુત્રને ધવરાવતી હતી, તેવામાં બાળક પર અકસ્માત લાકડાનો આગળિયો પડ્યો ને તે મરણ પામ્યો. વરાહમિહિર તો એથી ખૂબ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org