________________
૪૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
સૂર્યની અગ્રમહિષીઓ, શક્રેન્દ્રની અગ્રમહિષીઓ, ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓ એ બધી પૂર્વભવમાં ભગવાન પાર્શ્વનાથની સાધ્વીઓ હતી.+ અને તે બધી જ તે તે ઈન્દ્રોની ઈન્દ્રાણીરૂપે ઉત્પન્ન થઈ છે. ર૬. . નવકાર મહામંત્રની આરાધના અને ઉવસગ્ગહરં સ્તોત્ર
નવકાર મહામંત્રમાં દર્શાવેલા પાંચ પરમેષ્ઠિની-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તેમની-આરાધના સાધકોને શાં શાં ફલ આપે છે તેનું વિશદ વિવેચન શ્રીમાનતુંગસૂરિ રચિત વારસાર થવા નામક સ્તોત્રમાં કરવામાં આવ્યું છે. ત્યાં જણાવાયું છે કે અરિહંતની આરાધના ખેચરપદવી અને મોક્ષ-આ બે વસ્તુને આપનાર છે; જ્યારે સિદ્ધની આરાધના રૈલોક્યવશીકરણ અને મોહન-આ બે વસ્તુને આપનાર છે. આચાર્યની આરાધના જલ-જવલન આદિ સોળ ભયનું સ્થંભન કરે છે. ઉપાધ્યાયની આરાધના આ લોકનો લાભ કરનાર અને સર્વ ભયોનું નિવારણ કરનાર છે. સાધુની આરાધના પાપોનું ઉચ્ચાટન, મારણ અને તાડન આદિ કર્મોને કરે છે.
ઈહલૌકિક પદાર્થોનો લાભ કરનાર ઉપાધ્યાયની આરાધના છે પરંતુ તે આરાધના કેવી રીતે કરવી ? તે સવાલ અવશ્ય ઊઠે છે. તેના સમાધાનમાં ભક્તિભર સ્તોત્રના ટીકાકાર (નમસ્કાર વ્યાખ્યાન ટીકાકાર) જણાવે છે કે ચોવીસ તીર્થંકરો પૈકી જે તીર્થંકરો શ્વેત છે તેમની આરાધના અરિહંતની આરાધના છે, જે તીર્થકરો રક્ત વર્ણના છે તેમની આરાધના સિદ્ધની આરાધના છે, જે તીર્થકરો કનક વર્ણના છે તેમની આરાધના આચાર્યની આરાધના છે, જે તીર્થકરો મરકત વર્ણના (નીલ વર્ણના) છે તેમની આરાધના ઉપાધ્યાયની આરાધના છે અને જે તીર્થંકરો શ્યામ વર્ણના છે તેમની આરાધના સાધુની આરાધના છે.
ઉપાધ્યાયની આરાધના માટે મરકત વર્ણવાળા શ્રી પાર્શ્વનાથ ભગવંતની આરાધના ઇષ્ટ મનાય છે. તેમની આરાધના માટેનું સ્તોત્ર તે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર છે. તે દ્વારા થનાર ફળ તરીકે સર્વ ભયોનો નાશ તથા
+ જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર પૃ. ૨૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org