________________
૪૦૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
છે. કારણ કે ભગવાન તીર્થંકર દેવો મોક્ષમાં ગયા પછી જ્યાં સુધી તીર્થ હોય ત્યાં સુધી આચાર્યો રહે છે. અહીં ‘તિકૂ ધાતુનો પ્રાકૃતથી વિટ્ટ આદેશ થવા પામ્યો છે. અથવા તો સ-ચિત્ એ દ્રવ્ય-ગુણ અને પર્યાયોથી અનુયોગ સ્વરૂપ છે તેમાં રહે તે ચિસ્થ કહેવાય અને તે આચાર્યો છે.
ચોથી ગાથાની આદિમાં “દ' એ બે અક્ષરથી અતિ ભગવંત સમજવાના છે. “તુ' નો અર્થ છે નાશ કરવો. જેઓ ઘાતકર્મ ચતુણ્યનો યા તો સકલ જગતના સંશયોના સમૂહનો નાશ કરે તે તાદ' કહેવાય. એટલે વિહરમાણ અથવા તો જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તેવા અતિ ભગવંતો.
પાંચમી ગાથાની આદિમાં ‘રૂ' એ બે વર્ષોથી સિદ્ધ ભગવંતો ગ્રાહ્ય છે. રૂ ધાતુનો અર્થ છે ગતિ કરવી. “રૂત' એટલે ગયેલા, ફરી પાછા ના આવવા માટે મુક્તિમાં ગયેલા એવા સિદ્ધો.
અહીં ટીકાકારે જણાવ્યું છે કે અન્ય અર્થોમાં પ્રયોગમાં લેવાયેલા આ પદોને પરમેષ્ઠિ મંત્ર રૂપ કહેવા તે અયોગ્ય છે એવી શંકા ન કરવી. કારણ કે પરોવ સનથ થતી ઇત્યાદિમાં બીજપદો અન્ય અર્થમાં પ્રયોગમાં લેવાયાં હોવા છતાંય તેઓની મંત્રસ્વરૂપતા ચાલી જતી નથી. એટલું જ નહીં પણ તેનો મંત્રરૂપ પ્રભાવ પણ પ્રાપ્ત થતો દેખાય છે.
ઉવસગ્ગહર' સ્તોત્રમાં જો કે અહંત ભગવંતોનું જ પ્રાધાન્ય હોય તે યોગ્ય છે તો પણ આ સ્તોત્ર શ્રુતકેવલીએ રચેલ હોવાથી સૂત્ર છે અને તેનું અધ્યયન ઉપાધ્યાયોએ જ કરાવવું જોઈએ તેથી આદિમાં ઉપાધ્યાય કહ્યા છે. ઉપાધ્યાય પાસે આ સૂત્રનું અધ્યયન કરનારને સાધુઓ જ સહાય કરે છે. કારણ કે તેમનો સહાય કરવામાં અધિકાર છે. તેથી ઉપાધ્યાય પછી સાધુઓ કહેવાયા છે. આ પ્રમાણે અધ્યયન કરાયેલ તે સૂત્રનો અર્થ આચાર્યો જ કહે છે તેથી સાધુઓ પછી આચાર્ય મૂક્યા છે અને આચાર્યના ઉપદેશથી અહંતોનું જ્ઞાન થાય છે. (અહીં અહત આ સ્તોત્રમાં વર્ણવાયેલ ભગવાન પાર્શ્વ છે.) તેથી આચાર્યની પછી અહમ્ કહ્યા છે, આ સ્તોત્રના પાઠથી થનારું ભાવફળ પરંપરાએ સિદ્ધપણું છે. તેથી અહંતુ પછી સઘળા શુભ અનુષ્ઠાનોના ફળભૂત સિદ્ધ ભગવંતોનું પ્રતિપાદન કરાયું છે. આ પ્રમાણે પંચ પરમેષ્ઠિથી ગર્ભિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org