________________ ઉવસગ્ગહરં-સૂત્ર 407 શ્રી ભદ્રબાહુસ્વામીના વખતમાં. “સ્વાહા' પલ્લવ તરીકે હતું. એ આપણે ઉપર જોઈ ગયા છીએ એટલે જો એ પલ્લવ હોય તો પછી બીજાં મંત્ર બીજો પણ હોય જ તે વાત માન્યા વિના ચાલે તેમ નથી. તે જૈનેતરોમાંથી જૈનોમાં દાખલ નથી થયાં ને? તેનો જવાબ એ છે કે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની ૧૯મી પાટે થયેલા માનદેવસૂરિએ રચેલ શાંતિસ્તવ કે જેનું પ્રસિદ્ધ નામ લઘુશાન્તિ છે તેમાં 3% $ ફ્રી વગેરે મંત્રબીજો દર્શાવાયેલાં છે. બીજું કમઠ અસુરે દર્શાવેલાં મંત્રબીજોથી ગર્ભિત મંત્રાધિરાજ સ્તોત્રમાં જણાવાયું છે કે આ મંત્રબીજો કમઠ અસુરે દર્શાવ્યાં છે એટલે મંત્રાબીજોથી સમન્વિત કરવાની પદ્ધતિ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પૂર્વે પણ જૈનદર્શનમાં હોય તેવી સંભવિતતા માન્યા વિના ચાલે તેમ નથી 25. ઉવસગ્ગહર સ્તોત્રમાં પંચપરમેષ્ઠિની સ્થાપના “ઉવસગહરં સ્તોત્રમાં પાંચ પરમેષ્ઠિનાં નામોના આદ્યાક્ષરો ગોઠવવામાં આવ્યા છે. એવું સૂચન આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ પોતાની રચેલી “અર્થકલ્પલતા' ટીકામાં કર્યું છે અને જણાવ્યું છે કે વિદ્યાઓનું સર્વસ્વ અને મંત્રોનું ઉપાદાન કારણ પંચ પરમેષ્ઠિ મહામંત્ર નમસ્કાર મંત્ર છે. તે નમસ્કાર મહામંત્રમાં નમસ્કાર કરવા યોગ્ય પાંચ પરમેષ્ઠિ છે. તેમના નામના અક્ષરોની રચના આ (ઉવસગ્ગહર) સ્તવ સંબંધી ગાથાઓની આદિમાં નિરૂપણ કરાયેલી દેખાય છે. જે આ રીતે પ્રથમ ગાથાની આદિમાં “૩વ' એ બે અક્ષરથી ઉપાધ્યાય સમજવાના છે. પદના એક દેશમાં પદના સમુદાયનો અહીં ઉપચાર કરવાનો છે. બીજી ગાથાની આદિમાં ‘વિરૂ' એ બે વર્ણથી સાધુઓ સમજવાના છે. કારણ કે વિષ સર્વ રસાત્મક છે તેમ સાધુઓ પણ તે તે પાત્રની અપેક્ષાએ તે તે રસદાયક થાય છે માટે સાધુઓ પણ વિષ જેવા છે. પ્રસ્તુત સ્તોત્રના કર્તા આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ દશવૈકાલિકની નિયુક્તિમાં શ્રમણોને વિષ સમાન કહેલા છે. ત્રીજી ગાથાની શરૂઆતમાં “જિટ્ટ' એ અક્ષરોથી આચાર્ય સમજવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org