________________
૪૦૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ચોથી ગાથામાં તે પરમેશ્વરે ઉપદેશેલ સમ્યકત્વ ધર્મનું પાલન નિઃશ્રેયસ પદ પર્યત લઈ જાય છે તે દર્શાવાયું છે.
- પાંચમી ગાથામાં પુનઃ ભગવાન શ્રી પાર્શ્વનાથને જુદાં જુદાં વિશેષણોથી સ્તવી તેમની સમક્ષ એક જ પ્રાર્થના કરવામાં આવી છે અને તે પ્રત્યેક ભવમાં જિનધર્મની પ્રાપ્તિની. આ સ્તોત્ર દ્વારા નથી કરાઈ કોઈ ઈહલોકના ફલની સ્પૃહા કે નથી કરાઈ કોઈ પરલોકમાં પ્રાપ્ત થનારા દેવદેવેન્દ્ર આદિ પદોની કામના. માત્ર એક જ યાચના છે અને તે શ્રી જિનધર્મપ્રાપ્તિની. એટલે આ સ્તોત્ર સ્તવનીયની સ્તુતિરૂપ સ્તોત્રનાં લક્ષણોથી પરિપૂર્ણ છે.
આ સ્તવના રચયિતા યુગપ્રધાન-ચૌદ પૂર્વધર ભદ્રબાહુસ્વામી હોવાથી એ સવાલ થાય છે કે શું આવા મહાપુરુષો પણ મંત્રનો ઉપયોગ કરતા હતા? અને આ રીતનો ઉપયોગ કરવો તે શાસ્ત્રમર્યાદાથી વિરુદ્ધ નથી ?
આનું સમાધાન એ છે કે-જિનશાસનની રક્ષા તથા પ્રભાવનાના કારણે મંત્રનો આવો ઉપયોગ શાસ્ત્રવિરુદ્ધ નથી પરંતુ તેનો ઉપયોગ કરનારાને જિનશાસનના પ્રભાવક કહેવામાં આવ્યા છે અને સમયે સમયે પૂર્વ પુરુષોએ આવો ઉપયોગ કર્યાના પ્રસંગો શાસ્ત્રોમાં નોંધાયા છે. આધ્યાત્મિક તથા આધિભૌતિક નિવૃત્તિદાયકતા :
આ સ્તોત્ર આધ્યાત્મિક નિવૃત્તિ આપનાર છે તેમ જ આધિભૌતિક નિવૃત્તિ પણ આપનાર છે એવું સ્પષ્ટીકરણ જિનપ્રભસૂરિકૃત ટીકાના નિમ્નોક્ત વચનથી થાય છે.
આ સ્તોત્રના પાઠથી પરંપરાએ સિદ્ધપણું તે ફલ છે.”
“આ લોક અને પરલોકના સુખના આભિલાષીઓએ આ સ્તોત્રનું હિંમેશાં સ્મરણ કરવું તથા પઠન કરવું જોઈએ.'
એટલે આ સ્તોત્ર ઉભય ફળને આપનાર છે.
१. विज्जासिद्धो अ कई अद्वैव पभावगा भणिया ।
-સમ્યક્ત સપ્તતિ ગા.૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org