________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૩૯૯
તેવાં જ શાસ્ત્રો હોય છે. તેથી અહીં પણ ત્રણેય સ્થળે મંગલ મૂકવામાં આવેલ છે. પ્રથમ ગાથામાં પારં પદ મંગલ છે, ત્રીજી ગાથામાં તુણા પામો પદ મંગલ છે. પાંચમી ગાથામાં પાસ નિચંદ્ર પદ મંગલ છે. સ્તોત્રની નિત્ય સ્મરણીયતા :
આ સ્તોત્રનું સર્જન નિમિત્તવશાત્ થયેલ છે અને તેનું સ્મરણ-ચિંતન પણ નૈમિત્તિક જ છે. પરંતુ ગમે તે કારણસર આની નિત્યસ્મરણીય તરીકે ગણના પાછળના કાલમાં થવા પામી છે.
આ સ્તોત્ર દ્વારા સ્તવનીય દેવાધિદેવ ભગવાન પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ છે. આ સ્તોત્રના પ્રણેતા ભદ્રબાહુસ્વામી શ્રી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરની પાટ પરંપરામાં થયેલા હતા. તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સ્તવના દ્વારા સ્તોત્ર ન બનાવતાં પુરુષાદાનીય ભગવાન શ્રી પાર્શ્વનાથની સ્તવનાને જ આમાં કેમ સમાવિષ્ટ કરી ? એ શંકા થવી સ્વાભાવિક છે. પરંતુ તેનું સમાધાન એ જ હોઈ શકે કે ભગવાન શ્રી પાર્શ્વનાથ અન્ય તીર્થકર ભગવંતો કરતાં નિરાળા, વિશિષ્ટ તથા ભવ્યત્વવાળા હતા તથા જેમના અધિષ્ઠાયક દેવો અનેક હોય તેવા હતા તેથી જ આ સ્તોત્ર દ્વારા તેમની સ્તવના કરવામાં આવી.
આ સ્તોત્રની પાંચ ગાથામાં ક્રમશઃ નીચેના વિષયો સમાવાયા છે. વંદન, મંત્રમહિમા, પ્રણામમાહાભ્ય, ઉપદેશાનુસાર આચરણનું ફળ અને યાચના.
પ્રથમ ગાથામાં જુદાં જુદાં વિશેષણો દ્વારા પરમેશ્વર શ્રી પાર્શ્વનાથને વંદન કરાયું છે.
બીજા ગાળામાં તેમના નામથી અધિષ્ઠિત “વિસહર ફુલિંગ' મંત્રના પાઠથી શાં શાં ફલો પ્રાપ્ત થાય છે તે જણાવાયું છે.
ત્રીજી ગાથામાં તે પરમેશ્વર દેવાધિદેવને પ્રણામ કરવા માત્રથી થતાં અત્યભુત ફલો વર્ણવાયાં છે.
૨. તે મંત્રમણિ મ પન્ના ય સન્થસ ! –ઉ. સૂટ, શાજ્યાચાર્ય(ટીકા) પૃ. ૨ ૨. સમાદ્દેિ સર્વદા રાય પનીય !
-અ. ક. લ., પૃ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org