________________
૩૯૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રયોગ સૂચક છે. “ભક્તિથી વાસિત બનેલા મેં તમને સ્તવ્યા' એમ ન કહેતાં
ભક્તિના સમૂહથી નિર્ભર એવા હૃદયથી મેં તમને સ્તવ્યા” એવા શબ્દપ્રયોગ દ્વારા સ્તોત્રકાર સૂચવે છે કે ઉવસગ્ગહર સ્તોત્રના સ્મરણ કે જાપ વેળા હૃદયરૂપી કમલની મધ્ય કણિકામાં તે ભગવંતની સ્થાપના કરી પછી સ્તોત્રનું સ્મરણ કે જાપ કરવાનો છે.
મંત્રાક્ષરગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર'માં કહ્યું છે કેહૃદયરૂપી કમલની પીઠમાં શ્રી પાર્થ તીર્થંકરનું સ્મરણ કરો.' આ વસ્તુ સૂચવવા માટે અહીં દિયાળ પદનો પ્રયોગ કરાયો છે. ૨
જેવી રીતે ઉવસગ્ગહર સ્તોત્રમાં અંતિમ ગાથામાં “દિયા' પદનો પ્રયોગ કરાયો છે તેવી જ રીતે મિઝ, સ્તોત્રની અંતિમ ગાથામાં પણ : “દિયા ' પદનો પ્રયોગ કરાયો છે. ભયહર સ્તોત્રવૃત્તિ (જે જૈન સ્તોત્ર સંદોહના ભાગ બીજામાં પૃ. ૧૪ ઉપર મુદ્રિત થયેલ છે.) તેમાં અંતિમ ત્રણ ગાથાઓનું (ગા. ૨૨-૨૩-૨૪) કંઈ જ વિશિષ્ટ વિવેચન નથી. (વિશેષમાં ત્રીજી ગાથા એટલે ચોવીસમી ગાથા તો ત્યાં ઉફ્રેંકિત પણ કરી નથી) જેનું વિવેચન “નમિઝન સ્તોત્ર'-સટીક સયંત્ર' નામક હસ્તપ્રતમાં સાંપડે છે.* તેમાં અંતિમ ગાથાના પ્રથમ બે ચરણની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે
૧. હૃપુષ્કરીપીટે ભરત શ્રીપાશ્વતીર્થરમ્ -જૈ. સ્તો. સં., ભા.૨, પૃ. ૧૭૪ ૨. હૃદય બુદ્ધિ ઉપર અતિક્રમણ કરીને જેને આપણે “અંતઃસ્કૂર્તિ’ કહીએ છીએ તે
મેળવી લે છે. બુદ્ધિ એ કાર્ય ક્યારેય કરી શકતી નથી. અંતઃસ્કૂર્તિનું કારણ કેવળ જ્ઞાનોદ્ભાસિત હૃદય જ છે. બુદ્ધિશાળી હોવા છતાં હૃદય વગરનો માણસ કોઈ દિવસ આંતરસૂઝવાળો બની શકતો નથી. પ્રેમમય ભક્તિવાળા પુરુષની તમામ ક્રિયાઓ હૃદયને જ અનુસરે છે જેને બુદ્ધિ કદી પ્રાપ્ત કરી શકતી નથી.
અંતઃસ્કૂર્તિનું આવું ઉચ્ચતર સાધન જો કોઈ પ્રાપ્ત કરી શકતું હોય તો તે હૃદય જ છે. જેવી રીતે બુદ્ધિ એ જ્ઞાનનું સાધન છે, એવી જ રીતે હૃદય અંતઃસ્કૂર્તિવાળી બોધિનું સાધન છે. 3. पासह समरण जो कुणइ संतुढे हियएण । X આ હસ્તપ્રતની ફોટો કોપી જૈન સાહિત્ય વિકાસ મંડળમાં ગ્રંથાંક એ. ૩૨
તરીકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org