________________
४५
છે : અંશથી અને સર્વથી. અંશથી વિરતિને દેશવિરતિ કહેવાય છે. સર્વથી વિરતિને સર્વવિરતિ કહેવાય છે. દેશિવરતિનું રક્ષણ કરનાર ગૃહસ્થના ષટ્કર્મ* અને બાર વ્રત વગેરેનું પાલન છે. સર્વવિરતિનું રક્ષણ કરનાર સાધુની પ્રતિદિન-સામાચારી અને પ્રતિક્રમણાદિ ક્રિયા છે. એ ક્રિયાઓના અવલંબન વિના તે તે ગુણસ્થાન ટકી શકતાં નથી. પ્રમત્ત ગુણસ્થાન પર્યન્ત ક્રિયા વિના કેવળ ભાવથી, કેવળ ધ્યાનથી જ જેઓ મોક્ષને ઇચ્છે છે, તેઓ મિથ્યાત્વમોહથી મોહિત થયેલા છે, એમ જૈન શાસ્ત્રકારો દૃઢતાપૂર્વક માને છે. ધ્યાનમાં કે જ્ઞાનમાં તેઓ ગમે તેટલા આગળ વધેલા (પોતાને માનતા) હોય, તો પણ ભૂમિકાને ઉચિત એવી ક્રિયાથી વંચિત હોય, તો તેઓ પ્રથમ ગુણસ્થાનથી એક ડગલું પણ આગળ વધ્યા નથી એમ માનવું જોઈએ, કારણ કે દોષની પ્રતિપક્ષી એવી ક્રિયાઓ જ તે દોષોનો નિગ્રહ કરી શકે છે.
જૈન દર્શન આ કાળે અને આ ક્ષેત્રે કેવળજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિનો નિષેધ કરે છે. એવો નિષેધ ઇતર દર્શનોમાં નથી. તેનું કારણ આ ગુણસ્થાનના ક્રમનું અજ્ઞાન છે. વાસનાક્ષય કે મનોનાશ, જીવન્મુક્તિ કે વિદેહમુક્તિ કયા ક્રમથી પ્રાપ્ત થઈ શકે છે, એનું સંગીન જ્ઞાન, યુક્તિયુક્ત જ્ઞાન, પ્રમાણભૂત જ્ઞાન આજે પણ જો કોઈ પણ ધર્મશાસ્ત્રમાં પ્રાપ્ત થઈ શકતું હોય તો તે જૈન શાસ્ત્રોમાં પ્રાપ્ત થઈ શકે છે. વાસના(મોહ)નો સમૂલ નાશ બારમા ગુણસ્થાનક સિવાય થઈ શકતો નથી. દસમા ગુણસ્થાનક સુધી લોભનો અંશ રહી જાય છે. અગિયારમા ગુણસ્થાનકે પણ તેની સત્તા છે. મનોનાશ કેવળ તેરમા ગુણસ્થાનકે થઈ શકે છે અને તે જ જીવન્મુક્ત દશા છે. વિદેહમુક્તિ તો તેથી પણ આગળ વધ્યા પછી ચૌદમા ગુણસ્થાનકના અંતે થાય છે. તે પહેલાં તેની કલ્પના કરવી અને કેવળ માનસિક આવેગો(Mental Conceptions)ને જ મુક્તિ કે કૈવલ્ય કલ્પી લેવાં, એ ગંભીર ગેરસમજ છે. એવા આત્માઓનો પ્રશમ અથવા ધારણા, ધ્યાન કે સમાધિ, એ શાસ્ત્રકારોની દૃષ્ટિએ એક પ્રકારની મોહની મૂર્છા
* ડેવપૂના ગુરુપાસ્તિઃ, સ્વાધ્યાયઃ સંયમસ્તવઃ । दानं चेति गृहस्थानां, षट् कर्माणि दिने दिने ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
( गुणस्थानकमारोह टीका)
www.jainelibrary.org