________________
४४
ફરમાવે છે કે :
પ્રમાદના વશથી પોતાનું સ્થાન છોડીને પરસ્થાનને પામેલો જીવ પાછો સ્વસ્થાને આવે, તેને પ્રતિક્રમણ કહે છે.*
પોતાનું સ્થાન એટલે પોતે પ્રાપ્ત કરેલ ધર્મસ્થાન અથવા ગુણસ્થાન. પ્રાપ્ત ધર્મસ્થાનથી કે ગુણસ્થાનથી જીવને ભ્રષ્ટ થવાનું કોઈ પણ કારણ હોય તો પ્રમાદદોષની આધીનતા છે. જીવનો એ પ્રમાદદોષ સાતમા અને તેના ઉપરનાં ગુણસ્થાનો પ્રાપ્ત થયા પહેલાં સર્વથા ટળતો નથી. ગુણસ્થાનોનું આ સ્વરૂપ જેઓ જાણતા નથી, તેઓ આત્મજ્ઞાનના નામે, બ્રહ્મવિદ્યાના નામે કે સ્વરૂપ૨મણતાના નામે જે એક પ્રકારની ભયંકર ભ્રમણાના ભોગ થઈ પડે છે, કે જે મુક્તિમાર્ગમાં એક મોટામાં મોટું ભયસ્થાન છે. આ વિષયમાં શ્વેતાંબર કે દિગંબર ઉભય શાસ્ત્રકારોએ એકસરખી ચેતવણી આપી છે. જીવની ઉત્ક્રાન્તિમાર્ગના સોપાન તરીકે બન્નેય શાસ્ત્રોમાં ચૌદ પ્રકારનાં ગુણસ્થાનો વર્ણવ્યાં છે, તે અનુસાર જ્યાં સુધી જીવ મિથ્યાત્વદોષને પરવશ છે, ત્યાં સુધી તે પહેલા ગુણસ્થાનથી ઉપર જઈ શકતો નથી. જ્યાં સુધી અવિરતિના દોષને પરવશ છે, ત્યાં સુધી ચોથા ગુણસ્થાનથી ઉપર ચઢી શકતો નથી અને જ્યાં સુધી પ્રમાદદોષને પરવશ છે, ત્યાં સુધી તે છઠ્ઠા ગુણસ્થાનથી આગળ વધી શકતો નથી. વર્તમાનમાં કાળ અને ક્ષેત્ર તથા જીવોની કૃતિ અને સંઘયણના દોષે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનથી ઉપરનાં ગુણસ્થાન માન્યાં નથી. સાતમા ગુણસ્થાનનો સઘળો કાળ એકત્ર કરવામાં આવે તો પણ તે એક અંતર્મુહૂર્તથી અધિક થઈ શકતો નથી. જીવનો વધુમાં વધુ કાળ પ્રમત્ત નામના છઠ્ઠા અને તેથી પણ નીચેનાં ગુણસ્થાનોએ જ પસાર થાય છે, એ સ્થિતિમાં એનું રક્ષણ કરનાર કોઈ પણ હોય, તો તે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણેયની પ્રતિપક્ષી ક્રિયાઓ જ છે.
મિથ્યાત્વથી પ્રતિપક્ષભૂત સમ્યક્ત્વ છે. તે ચતુર્થ ગુણસ્થાને પ્રાપ્ત થાય છે. તેનું રક્ષણ કરનાર ક્રિયા દેવ-ગુરુ-સંધની ભક્તિ અને શાસનોન્નતિની ક્રિયા છે. અવિરતિની પ્રતિપક્ષી વિરતિ છે, તે બે પ્રકારની
* સ્વસ્થાનાત્ યત્પરસ્થાન, પ્રમાદ્રશ્ય વશાત્ તિઃ । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org