________________
ઉવસગ્ગહરં સૂત્ર ૦૩૮૭ સમાપિર ર વોહિત્રામો મા (જયવીયરાય ગા.૪) આ સર્વ સ્થળોએ ભક્ત હૃદયોએ કેવલ બોધિ જ યાચી છે.
તા'નો અર્થ છે તે કારણથી. એટલે કે મેં તમને ઉપરોક્ત રીતે સ્તવ્યા છે તેથી હે દેવ મને બોધિ આપો.
વંદના કે સ્તવન હંમેશ પ્રણિધાનવાળી જ હોવી જોઈએ. જે વંદના કરવામાં આવે છે તેના ફળ તરીકે વંદના કરનાર શું ઈચ્છે છે તે જણાવવું જોઈએ. માટે આ ગાથામાં પણ વંદના કરી “તા' પદ મુકાયું છે.
ફયવંશી મહમા'માં કહેવાયું છે કેપહviતા ની સંપુન્ના વંઇ મળવા . (ગા. ૮૫૦)
અર્થ - વંદના, પ્રણિધાનવાળી હોય તો જ તે સંપૂર્ણ વંદના ગણાય છે.
અહીં એક સવાલ ઊઠે છે કે કદાચ વંદના કરવામાં આવે અને પ્રણિધાન ન કરવામાં આવે તો વંદના વાસ્તવિક ગણાય ?
તેનું સમાધાન એ છે કે હંમેશાં સ્તવના કે વંદના કર્મક્ષય માટે જ કરવાની છે અને તે દ્વારા નિયમ મોક્ષ મળે છે. જો તે કર્મક્ષયની પણ પ્રાર્થના ન કરવામાં આવે તો પછી ધર્મમાં આલંબનના અર્થી જીવોને આલંબન વિનાની ધર્મક્રિયા નિયમા દ્રવ્યક્રિયા છે. અને તે તુચ્છફલદાયક છે.*
બીજું, પ્રણિધાન પણ પ્રથમ સ્તવના કરી પછી કરવું જોઈએ. માટે અહીં પણ પ્રથમ સ્તવના કરીને પછી યાચના કરવામાં આવી છે.
૩વાદ સ્તોત્ર દ્વારા શ્રી પાર્શ્વનાથ ભગવંત પાસે સંસારની કોઈ
* कम्मक्खयत्थमीडा तत्तो नियमेण होइ किर मोक्खो ।
जइ सोवि न पत्थिज्जइ, धम्मे आलंबणं कयरं ॥८६८॥ आलंबणनिरवेक्खा किरिया नियमेण दव्वकिरियत्ति । संमुच्छिमपायाणं पायं तुच्छफला होइ ॥८६९॥ ।
- ૨. . મ. ભા., ગા. ૮૬૮-૮૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org