________________
૩૮૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
भत्तिभरनिब्भरेण हियएण
તે મહાયશસ્વીની સ્તુતિ તો કરવામાં આવી પરંતુ સ્તુતિ પણ એક ભયથી કરાયેલી હોય અને એક આંતરપ્રીતિથી કરાયેલી હોય. આ સ્તુતિ ભય આદિથી કરાયેલી નથી તે દર્શાવવા સ્તોત્રકારે લખ્યું કે :
આંતરિક પ્રીતિ એટલે કે તે પરમેશ્વરના ગુણો પ્રત્યેના બહુમાનથી પ્રગટ થયેલી જે પ્રીતિરૂપ ભક્તિ, પણ ન્યૂનાધિક માત્રામાં હોઈ શકે. માટે કહ્યું કે તે ભક્તિનો જે સમૂહ તેનાથી સંપૂર્ણ એટલે છલોછલ ભરાયેલું છે હૃદય તે હૃદયથી હે મહાયશસ્વી ! મેં તમને ઉપર સ્તવ્યા, એટલે કે તમારા પ્રત્યેની ભક્તિથી મારું હૃદય સંનિવિષ્ટ થયું. તેથી મેં તમારા સભૂત ગુણોનું કીર્તન કર્યું.
યાચના
આ ગાથામાં સ્તવના કરનાર, પ્રણિધાન એટલે કે પોતાના મનના અધ્યવસાય, ભાવના-પરમતારક પરમેશ્વર સમક્ષ રજૂ કરતાં કહે છે કે, જિજ્ઞ વોર્દિ' મને બોધિ આપો. બોધિ એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર અથવા તો અપ્રાપ્ત ઉચ્ચતર કક્ષાની જૈન ધર્મની પ્રાપ્તિ યા તો જિન ધર્મની પ્રાપ્તિ.
ભક્ત હૃદયને આ સ્તવનાના ફલ તરીકે કોઈ વસ્તુની ખેવના નથી. તેને માત્ર બોધિ જ જોઈએ છે અને તે બોધિ પણ તેને માત્ર એક જન્મમાં જ નથી જોઈતી પણ જન્મોજન્મ જોઈએ છે.
બોધિનો અર્થ “ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ એવો એટલા માટે કરાયો છે કે જે આત્મા બોધિની યાચના કરવાની દશા સુધી પહોંચ્યો છે તેને આ જન્મમાં તો બોધિ પ્રાપ્તિ થઈ જ હોવાનો સંભવ છે. તેથી હવે પછીના ભવોમાં આ પ્રાપ્ત થયેલી બોધિ ચાલી ન જાય તે માટેની તકેદારી રાખવાની છે અને તે માટે પરમેશ્વરને વિનવવાના છે.
સ્થળે સ્થળે વિવેકી યાચકો દ્વારા પરમેશ્વર પાસે કેવળ બોધિની જ યાચના કરવાનું લક્ષ્ય રખાયું છે, કારણ કે તે યાચના જ વાસ્તવિક છે.
સામાવદિલ્લામં સમાવિરમુત્ત હિંદુ ! (લોગસ્સસુત્ત ગા. ૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org