________________
ઉવસગ્ગહરં-સૂત્ર-૩૮૩
અહીં નીતિરિયું વિ' પદમાં વિ' એટલે “પણ”નો ઉપયોગ થયો છે જે સહેતુક છે. 'ત્તિ'નો પ્રયોગ અહીં વિસ્મયસૂચક છે અને તે એવું સૂચવે છે કે નર અને તિર્યંચના ભવોમાં દુઃખ અને દારિત્ર્ય ન હોય તે સંભવિત નથી પરંતુ વિસ્મયની વાત છે કે તમને પ્રણામ કરનારા કદાચ નર કે તિર્યંચ યોનિમાં જાય તો પણ ત્યાં દુઃખ પામતા નથી. तुह सम्मत्ते लद्धे :
ત્રીજી ગાથામાં વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વકના નમસ્કારથી થતાં ફલો દર્શાવ્યા બાદ વિશુદ્ધ શ્રદ્ધા કેટલી બલવતી તથા ભવસાગરથી પાર ઉતારનાર છે તે દર્શાવવા માટે ચોથી ગાથા મૂકવામાં આવી છે.
અહીં સમ્યક્તની ચિંતામણિ તથા કલ્પવૃક્ષથી અધિકતા દર્શાવી તેનું પારંપરિક ફલ નિર્વાણ છે તે સૂચવાયું છે અને તે નિર્વાણ ફલ પણ નિર્વિઘ્ન મળે તે સ્પષ્ટ કરાયું છે. સમ્યકત્વ :
સમ્યફ શબ્દ પ્રશંસા કે અવિરુદ્ધ ભાવને દર્શાવે છે. સમ્યફનો ભાવ તે સમ્યકત્વ કહેવાય છે એટલે કે સમ્યકપણું-સારાપણું, અર્થાત્ જે વસ્તુ જેવા સ્વરૂપમાં હોય તેવા સ્વરૂપમાં તેને સ્વીકારવી.
- સારાંશ એ છે કે હેયને (ત્યાગ કરવા લાયકને) હેય માનવી, શેયને (જાણવા લાયકને) શેય માનવી અને ઉપાદેયને (આદરવા યોગ્યને) ઉપાદેય માનવી. આનું નામ વિશિષ્ટ કોટિનું દર્શન-સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન કે સમ્યકત્વ બંને પર્યાયવાચક શબ્દ છે. આ સમ્યક્ત્વને ઓળખવાનાં શાસ્ત્રોએ પાંચ ચિહનો બતાવ્યાં છે અને તે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય છે. આ પાંચ ચિહનો આત્મામાં દેખાય તો તે સમ્યક્ત્વ ગુણના પ્રકટીકરણની ખાતરી આપે છે.
મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી આ સમ્યકત્વ નામનો આત્માનો ગુણ પ્રગટ થાય છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ પ્રથમ પંચાશકમાં સમ્યક્ત્વની ટૂંકમાં વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org