SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ટૂંકામાં કહીએ તો ઉપસર્ગો એટલે ઉપદ્રવો. કોઈ પણ ઉપસર્ગ દેવકૃત, મનુષ્યકૃત, તિર્યંચકૃત અથવા આત્મસંવેદનીય જ હોય. આ સિવાયનો કોઈ ઉપસર્ગ હોઈ શકે નહીં માટે ઉપસર્ગો ચાર પ્રકારના છે એમ કહેવાયું છે. આ ચારે પ્રકારના ઉપસર્ગોના ચાર ચાર ભેદો છે તેથી સર્વ ઉપસર્ગોના ભેદો ગણતાં કુલ સોળ ભેદો થાય છે. દેવકૃત ઉપસર્ગોના ચાર પ્રકાર નીચે મુજબ છે : (૧) હાસ્યથી કરાયેલા, (૨) દ્વેષથી કરાયેલા, (૩) પરીક્ષા માટે કરાયેલા અથવા ઉપરોક્ત ત્રણ પૈકી કોઈપણ બેના સંમિશ્રણથી કરાયેલા.૨ મનુષ્યકત ઉપસર્ગોના ચાર પ્રકાર નીચે મુજબ છે : (૧) હાસ્યથી કરાયેલા, (૨) દ્વેષથી કરાયેલા, (૩) પરીક્ષા માટે કરાયેલા અને (૪) અબ્રહ્મચર્યના (મૈથુનના) સેવન માટે કરાયેલા. તિર્યંચકૃત ઉપસર્ગોના ચાર પ્રકાર નીચે મુજબ છે : (૧) ભયથી કરાયેલા, (૨) પ્રષથી કરાયેલા, (૩) આહારના હેતુથી કરાયેલા અને (૪) પોતાનાં બચ્ચાં, ગુફા, માળા વગેરેના રક્ષણની બુદ્ધિથી કરાયેલા. આત્મસંવેદનીય ઉપસર્ગોના ચાર પ્રકાર નીચે મુજબ છે : (૧) ઘટ્ટનથી થતા, (૨) પ્રપતનથી થતા, (૩) ખંભનથી થતા અને (૪) શ્લેષ્ણથી થતા.પ १. चउव्विहा उवसग्गा पणत्ता-तं जहा दिव्वा माणुसा तिरिक्खजोणिआ आयसंवेयणिज्जा । સ્થા. ૪ ઠા. ઉ. ૪ २. दिव्वा उवसग्गा चउव्विहा पण्णत्ता तंजहा हासाप्पओसा वीमंसा पुडो वेमाया । સ્થા. ૪ ઠા. ઉ. ૪ ३. माणुस्सा उवसग्गा चउव्विहा पण्णत्ता तं जहा हासाप्पओसा वीमंसा कुसीलपडिसेवणया। સ્થા. ૪ ઠા. ઉ. ૪ ४. तिरिक्खजोणिया उवसग्गा चउव्विहा पण्णत्ता तं जहा भया पदोसा आहारहेउ अवच्चलेणसारक्खणया । -સ્થા. ૪ ઠા. ઉં. ૪ ५. आयसंवेयणिज्जा उवसग्गा चउव्विहा पण्णत्ता तं जहा घट्टणया पवडणया थंभणया लेसणया । -સ્થા. ૪ ઠા. ૪ ઉ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy