SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ દાનં આ પદનો અર્થ છે પદને, શ્રેષ્ઠ સામ્રાજ્ય આદિકને. સ્થાન શબ્દથી રાજ્ય આદિ પદ એવો અર્થ કેવી રીતે લેવો ? એ શંકાનું સમાધાન એ છે કે અસાધારણ એવા વિશેષણના સામર્થ્યથી એવો અર્થ થઈ શકે છે અને તે વિશેષણ છે. અવરામાં૧ अयरामरं આ પદનો અર્થ ક૨વા પૂર્વે આ પદની નિષ્પત્તિ ‘અય+રામા+રા'થી થાય છે ‘અવઃ’ એટલે અનુકૂલ એવું ભાગ્ય તેના વડે ‘રામા’ એટલે રમણીય ‘T’ એટલે દીપ્તિ છે જેમાં તે ‘ઞયરામર,’૨ પુરુષને ઉત્કૃષ્ટ ભાગ્યના યોગે જ રાજ્ય આદિપદમાં અત્યંત દીપ્તિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ જે તમને સમ્મત હોય છે, અનુકૂળ ભાગ્યથી સમેત એવા રાજ્યાદિક પદને પામે છે. ૩ ગાથા ૫મી ઉવસગ્ગહરં-સૂત્ર૦૩૬૭ આ ગાથાના પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષમાં ત્રણ જુદા જુદા અર્થો થાય છે. અહીં પ્રથમ પાર્શ્વયક્ષના પક્ષે શું અર્થ થાય છે તે વિચારીએ. पास આ પદનો અર્થ છે હે પાર્શ્વયક્ષ ! जिणचंद આ પદ પાર્શ્વયક્ષનું વિશેષણ છે અને તેનો અર્થ છે જિન એટલે કે ૧. સ્થાન-પર્વ પ્રાપ્યતાપ્રાગ્યાદ્રિમ્ | अथ कथं स्थानशब्देन राज्यादिकं लभ्यते ? असाधारणविशेषण - सामर्थ्यादिति ब्रूमः । तच्च विशेषणं 'अयरामर' त्ति -અ. ક. લ. પૃ. ૨૦ २. अयः अनुकूलं दैवं तेन रामा रमणीया रा - दीप्तिर्यत्र तदयरामरम् । -અ. ક. લ. પૃ. ૨૦ ३. उत्कृष्टभाग्यवशाद्धि राज्यादिक एव पदे दीप्तिरतितरामुत्पद्यते पुरुषाणाम्, यस्तव सम्मतो भवेत् सोऽनुकूलदैवान्वितं राज्यादिपदमवाप्नोतीत्याकूतम् । Jain Education International For Private & Personal Use Only -અ. ક. લ. પૃ. ૨૦ www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy