________________
૩૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ એવા, કર્મરૂપી મેઘોથી અથવા ઘાતકર્મોથી રહિત, ઝેરી સર્પોના વિષનો સંપૂર્ણપણે નાશ કરનાર અને વિપત્તિઓનું ઉપશમન તથા સંપત્તિઓનો ઉત્કર્ષ કરનાર શ્રી પાર્શ્વનાથ ભગવંતને હું વંદન કરું છું. ૧
જે મનુષ્ય વિરપુર્તિ મંત્રને સદાકાલ કંઠમાં ધારણ કરે છે તેના કુપિત ગ્રહો, રોગો, મરકી આદિ ઉપદ્રવો તથા દુષ્ટ એવા કવરો અથવા દુર્જનો અને જવરો ઉપશાંત થાય છે. ૨
મંત્રનો મહિમા તો એક બાજુ રહી પરંતુ તમને કરેલો પ્રણામ પણ બહુ ફલદાયક થાય છે. (તેનાથી) મનુષ્ય કે તિર્યંચ યોનિમાં પણ જીવો દુઃખ કે દારિત્ર્યને પામતા નથી. ૩
ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યકત્વ પ્રાપ્ત થવાથી જીવો અજરામર સ્થાનને નિર્વિને મેળવે છે. ૪
હે મહાયશસ્વી ! ભક્તિના સમૂહથી સંપૂર્ણ હૃદય વડે આ પ્રમાણે મેં તમને ખવ્યા, તેથી હે દેવ ! જિનચંદ્ર ! શ્રી પાર્શ્વનાથ ભગવંત ! ભવોભવ મને બોધિ (જિનધર્મ-પ્રાપ્તિ) આપો. ૫
(૬) સૂત્ર-પરિચય
પ્રશ્નોત્તર
પ્રશ્ન : વિસહર ફુલિંગ એ મંત્ર છે તો મંત્રોનું નિર્માણ કોણ કરે ? ઉત્તર : જેઓ ખરેખર સત્ય સંકલ્પવાળા હોય છે તેઓ જ મંત્રોનું નિર્માણ
કરી શકે છે. એટલે કે “આ મંત્રથી આ કાર્ય થાવ' એવો સંકલ્પ જે વિકૃષ્ટ તપવાળા મુનિઓ દ્વારા કરાયેલો હોય, તે વિકૃષ્ટ તપવાળા મુનિઓ જ સત્યસંકલ્પવાળા કહેવાય.'
[પોતાની ઈચ્છાને સિદ્ધ કરવાની જેમનામાં શક્તિ હોય અથવા પોતે જે ઇચ્છા કરે તે સિદ્ધ થાય તેવી શક્તિવાળા સત્યસંકલ્પ કહેવાય છે.]
१. ये हि सत्यसंकल्पास्त एव मन्त्रान्कर्तुं शक्नुवन्ति ।
-સ્યા. ૨. પરિ. ૪. સૂ. ૭ પૃ. ૬૩૨-૬૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org