________________
४१
શુદ્ધ કરનાર છે. જે જ્ઞાનથી તે કાર્ય ન થઈ શકે તે જ્ઞાન વાંઝિયું છે, નિષ્ફળ છે, શૂન્યવત્ છે. જ્ઞાનસ્ય તં વિત્તિ: પ્ર. ૬. Tા. ૭૨ |
નિર્યુક્તિકાર શ્રીભગવાન શ્રીભદ્રબાહુસ્વામીજી ફરમાવે છે કે ઃ
શ્રુતજ્ઞાનમાં વર્તતો જીવ જો તપ અને સંયમમય યોગોને ક૨વાને અસમર્થ હોય તો તે મોક્ષને પામતો નથી.
આગળ ચાલતાં તેઓશ્રી ફરમાવે છે કે :
જ્ઞાનરૂપી નિર્યામક પ્રાપ્ત કરવા છતાં જીવરૂપી પોત (નાવ), તપસંયમરૂપી પવન વિના, સંસારસમુદ્રના પા૨ને-મુક્તિસ્થાનને પામી શકતો નથી, સંસારસાગરને વિશે મનુષ્યભવ આદિ સામગ્રી પામીને, કાંઈક ઊંચો આવ્યા પછી, અને ઘણું જાણવા છતાં જો ચારિત્રગુણથી હીન રહ્યો, તો ફરી બૂડી જઈશ. ચારિત્રગુણથી હીનને ઘણું પણ જ્ઞાન આંધળાની આગળ લાખો અને ક્રોડો દીપકની જેમ શું ફળ આપશે ? ચારિત્રયુક્તને મળેલું થોડું પણ શ્રુત ચક્ષુસહિતને એકાદ પણ દીપકની જેમ પ્રકાશ કરનારું થાય છે. ચંદનના ભારને વહન કરનાર ગર્દભ ભારનો ભાગી થાય છે પણ ચંદનની સુગંધનો ભાગી થતો નથી, તેમ ચારિત્રથી હીન એવો જ્ઞાની જ્ઞાનનો (એટલે જ્ઞાન ભણવાથી ઉત્પન્ન થયેલા ક્લેશનો) ભાગી થાય છે, પણ સુગતિનો ભાગી થતો નથી. જ્ઞાન સાથે ક્રિયાનો સંયોગ થવાથી મોક્ષ થાય છે, પણ એકલા જ્ઞાનથી નહિ. જેમ એક ચક્ર વડે રથ ચાલતો નથી પણ બે ચક્ર વડે ચાલે છે, અથવા જેમ આંધળો અને પાંગળો સાથે મળીને ઇષ્ટ સ્થાને પહોંચે છે, તેમ જ્ઞાન અને ક્રિયા સાથે મળીને જ મોક્ષને સાધે છે, એકાકીપણે નહિ જ. જેમ ઘરની શુદ્ધિ કરવી હોય તો દીપકનો પ્રકાશ જોઈએ, જૂના કચરાને કાઢવો જોઈએ અને નવા આવતા કચરાને રોકવો જોઈએ. તેમ જીવની શુદ્ધિમાં જ્ઞાન એ દીપકની જેમ પ્રકાશ કરનારું છે, અને ક્રિયા કે જે તપસંયમ ઉભય સ્વરૂપ છે, તે અનુક્રમે કર્મરૂપી કચરાને કાઢનાર છે તથા નવાં આવતાં કર્મરૂપી કચરાને રોકનાર છે.
આ રીતે મોક્ષમાર્ગમાં ક્રિયા એ મુખ્ય ઉપકારક છે અને જ્ઞાન એ તેનું એક સાધનમાત્ર છે. તેથી તપ-સંયમરૂપી ક્રિયાને પુષ્ટ અને શુદ્ધ કરનાર પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા અને તેને લગતાં સૂત્રોનું અધ્યયન-અધ્યાપન એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org