________________
૩૧૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
કર્મના વિશિષ્ટ ક્ષયોપશમરૂપ માર્ગને દેખાડનારા છે, રાગ અને દ્વેષથી પરાભવ પામેલાં પ્રાણીઓને શરણ આપનારા છે અને મોક્ષ-વૃક્ષના મૂલરૂપ બોધિ-બીજનો લાભ આપનારા છે. ૫.
જેઓ ચારિત્રધર્મને સમજાવનારા છે, પાંત્રીસ ગુણોથી યુક્ત વાણી વડે ધર્મ-દેશના આપનારા છે, ધર્મના સાચા સ્વામી છે, ધર્મરૂપી રથને ચલાવવામાં નિષ્ણાત સારથિ છે અને ધર્મરૂપી શ્રેષ્ઠ ચતુરંત (ચતુર્ગતિવિનાશક) ચક્રને ધારણ કરનારા ચક્રવર્તી છે. ૬.
જેઓ સર્વત્ર અસ્ખલિત કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારા છે તથા સર્વ પ્રકારનાં ઘાતીકર્મોથી મુક્ત છે. ૭.
જેઓ રાગ અને દ્વેષનો જય કરવાથી સ્વયં જિન બનેલા છે, તથા ઉપદેશ વડે બીજાઓને પણ જિન બનાવનારા છે; જેઓ સમ્યગ્દર્શનાદિ પ્રવહણ વડે સંસાર-સમુદ્રનો પાર પામી ગયેલા છે અને બીજાઓને પણ તેનો પાર પમાડે છે, જેઓ પોતે બુદ્ધ છે અને બીજાઓને પણ બોધ પમાડે છે; જેઓ સર્વ પ્રકારનાં કર્મ-બંધનોથી મુક્ત થયેલા છે તથા બીજાઓને મુક્તિ અપાવનારા છે. ૮
જેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી છે તથા શિવ, સ્થિર, વ્યાધિ અને વેદનાથી રહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એટલે જ્યાં ગયા પછી સંસારમાં પાછું આવવાનું રહેતું નથી, એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા છે.
તે જિનોને, જિત-ભયોને નમસ્કાર હો. ૯.
જેઓ અતીત કાલમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાલમાં સિદ્ધ થનારા છે અને જેઓ વર્તમાનકાલમાં અરિહંતરૂપે વિદ્યમાન છે, તે સર્વને મન, વચન અને કાયા વડે ત્રિવિધ વંદના કરું છું.
(૬) સૂત્ર-પરિચય
શક્ર ઇંદ્ર જ્યારે જ્યારે તીર્થંકર દેવની સ્તુતિ કરે છે ત્યારે ત્યારે ડાબો ઢીંચણ ઊભો કરી પેટ ઉપર કરી પેટ ઉપર હાથની કોણી ટેકવી, બે હાથની કમલના ડોડાને આકારે અંજલિ કરી આ સૂત્ર બોલે છે. એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org