________________
નમો ભુ શં-સૂત્ર ૦૩૦૯ છે, જોઈ શકે છે.
સર્વજ્ઞનો બીજો અર્થ પણ આ પ્રમાણે મળે છે.
પ્રત્યક્ષ અને આગમથી અવિરુદ્ધ અર્થને કહેનાર સર્વપ્રાણીઓને સુખ કરનાર, મિત, ગંભીર અને આહલાદક એવું વાક્ય જેનું હોય તે સર્વજ્ઞ કહેવાય છે.
-(લ. વિ. ભા. ૧પૃ. ૫૬૧ પા. નોં.) યોગ અને અધ્યાત્મનો ઊંડો અનુભવ ધરાવનાર સ્વાનુભવથી સમજી શકે છે કે સ્વ-સંવિદિત જ્ઞાનવાળો આત્મા જેમ જેમ (જ્ઞાનાવરણીય) કર્મનાં બંધનમાંથી મુક્તિ પામે છે, તેમ તેમ તે વસ્તુઓના વિશેષ ને વિશેષ પર્યાયો જાણી શકે છે. તેથી એક સમય એવો જરૂર આવવો જોઈએ કે જ્યારે તે આત્મા કર્મબંધનમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થતાં સર્વ વસ્તુઓના સર્વ પર્યાયોને બરાબર જાણી શકે.
સર્વજ્ઞતાની સિદ્ધિ કરનારા અનેક પ્રામાણિક ગ્રંથો અને ગ્રંથાધિકારો આજે ઉપલબ્ધ છે. શ્રી હરિભદ્રસૂરિની સર્વજ્ઞસિદ્ધિ, શ્રીનંદીસૂત્રની વ્યાખ્યામાં શ્રી મલયગિરિ મહારાજે કરેલું સર્વજ્ઞ-સિદ્ધિનું નિરૂપણ, સન્મતિતર્કની વિવૃતિમાં શ્રી અભયદેવસૂરિએ ચર્ચલો સર્વજ્ઞતાવાદ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ પ્રમાણમીમાંસામાં કરેલી સર્વજ્ઞ-સિદ્ધિ અને અન્ય સમર્થ તાર્કિકોએ કરેલી તાત્ત્વિક ચર્ચાઓ આ વિષય પર પુષ્કળ પ્રકાશ પાડે છે. તેથી સર્વજ્ઞતાને સમજવા ઇચ્છનારે આ ગ્રંથો અને ગ્રંથાધિકારોનું તટસ્થભાવે મનન-પરિશીલન કરવું અત્યંત આવશ્યક છે.
सिवमयलमरु अमणंतमक्खयमव्वाबाहमपुणरावित्ति-[ शिवम्વેતન-મન-અનામૂ-અક્ષય-વ્યાવાથ–પુનરાવૃત્તિ-શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ.
- આ પદોનો સંબંધ સિદ્ધિારૂનામધેયં કાપ સંપત્તા એ પદો સાથે છે. એટલે કે તે મોક્ષસ્થાનનાં વિશેષણો છે. કેટલાક એમ માને છે કે આત્મા સર્વવ્યાપી છે અને અજ્ઞાનનો નાશ થતાં તે મુક્ત બને છે, તેનું નિરસન કરવા માટે આ સાત વિશેષણો યોજેલાં છે.
શિવ-વિક્નો-ઉપદ્રવોથી રહિત. સર્વોપાયાપીમાન્ શિવમ-જેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org