________________
૩૦૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
સ્વયં સંસાર–સમુદ્ર તરી ગયા છે તેઓને. તથા જેઓ અન્યને સંસાર-સમુદ્રથી તેઓને.
તારે છે,
શ્રી તીર્થંકરદેવો સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્રરૂપી પ્રવહણ વડે સંસાર-સમુદ્રને તરી ગયેલા છે તથા બીજાઓને પણ પોતાના અચિંત્ય પ્રભાવ અને અતિશયવાળી દેશના વડે તારે છે.
બુદ્ધા બોવાળ-[બુદ્ધેય: બોધમ્ય:]-બુદ્ધોને, બોધ પમાડનારાઓને.
અજ્ઞાન-નિદ્રામાં પોઢેલા આ જગતમાં શ્રી તીર્થંકર દેવો અન્ય કોઈના ઉપદેશ વિના જ સ્વ-સંવિદિત જ્ઞાન વડે જીવાજીવાદિ તત્ત્વને જાણે છે તથા બીજાઓને તેનો બોધ કરે છે, તેથી તેઓ બુદ્ધ અને બોધક કહેવાય છે. જ્ઞાન-સ્વ-સંવિદિત છે, એટલે કે તે પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જણાવે છે, દીવાની જેમ.
મુત્તાનું મોસાળ-[મુત્તે મ્યઃ મોચ મ્ય: ]-મુક્તોને, મુકાવનારાઓને.
વિચિત્ર પ્રકારના વિપાકોને આપનાર વિવિધ કર્મોનાં બન્ધનથી શ્રીતીર્થંકર દેવો મુક્ત થયેલા છે, એટલે તેઓ કૃતકૃત્ય કે નિષ્ઠિતાર્થ છે. અન્યને પણ તેઓ કર્મનાં બંધનમાંથી મુક્તિ અપાવે છે-મુકાવે છે. જે જગતને કરે છે, તે વાસ્તવિક રીતે કૃતકૃત્ય નથી. હીનાધિકતા કરે તો રાગદ્વેષનો પ્રસંગ આવે છે અને જેઓ જગત્કર્ત્તમાં લીન થઈ જવું એને નિહિતાર્થતા માને છે, તેમને એકનો બીજામાં લય થવાથી બેમાંથી એકના અભાવનો પ્રસંગ આવે છે.
સવ્વશૂળ સવ્વીસીનું-[સર્વનેભ્યઃ- સર્વશિખ્ય:]-સર્વજ્ઞોને, સર્વદર્શીઓને.
સર્વને જાણે, તે સર્વજ્ઞ. સર્વનું દર્શન કરે, તે સર્વદર્શી. અહીં સર્વશબ્દથી લોકાલોક-વ્યાપી સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયો સમજવાના છે. શ્રી તીર્થંકર દેવોનાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો સંપૂર્ણ રીતે ક્ષય થયેલો હોવાથી તેઓ સર્વ દ્રવ્યોને તથા તેના સર્વ પર્યાયોને જાણી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org