________________
૩૦૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પ્રબળ રાગાદિ દોષો વડે જેઓ સતત પીડાનો અનુભવ કરી રહ્યા છે, તેવાં પ્રાણીઓને તત્ત્વચિન્તન એ સાચું આશ્વાસન છે, સાચું શરણ છે; કારણ કે તેના વડે જ શુશ્રુષા, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઊહાપોહ અને તત્ત્વાભિનિવેશ આદિ પ્રજ્ઞાના (બુદ્ધિના) ગુણો પ્રાપ્ત થાય છે. આ ગુણો તત્ત્વ-ચિન્હરૂપ અધ્યવસાય વિના યથાર્થ રીતે પ્રકટી શકતા નથી, પરંતુ માત્ર આભાસરૂપે જ વ્યક્ત થાય છે, અને તેનાથી સાચું આત્મ-હિત સાધી શકાતું નથી.
તત્ત્વ-ચિત્તનરૂપ સાચું શરણ જેને અન્ય લોકો વિવિદિષા કહે છે, તે શ્રી તીર્થંકર દેવો દ્વારા જ પ્રાપ્ત થાય છે, તેથી તેઓ શરણદ કહેવાય છે. વોહિયાળ-[વોધિ-à:]-બોધિ આપનારાઓને, બોધિને
આપનાર તે બોધિદ.
બોધિને આપનાર તે બોધિદ. જિન-પ્રણીત ધર્મની પ્રાપ્તિને બોધિ કહેવામાં આવે છે. તેનો પર્યાયશબ્દ સમ્યગ્દર્શન છે, જે રાગ દ્વેષની નિબિડ ગાંઠનો અપૂર્વકરણરૂપી અધ્યવસાય દ્વારા છેદ થવાથી પ્રાપ્ત થાય છે. ૧. પ્રશમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા અને ૫. આસ્તિક્ય એ તેનાં લક્ષણો છે. આવું સમ્યગ્દર્શન જેને બીજાઓ વિજ્ઞપ્તિ કહે છે, તે શ્રીતીર્થંકર દેવો દ્વારા પ્રાપ્ત થતું હોવાથી તેમને બોધિદ કહેવામાં આવે છે.
આ પાંચ પ્રકારના લાભો જે ઉત્તરોત્તર પૂર્વના ફલરૂપ છે તે અપુનર્બન્ધક આત્માઓને એટલે કે તીવ્રભાવે પાપ નહિ કરનારા જીવોને યથોચિત હોય છે, જ્યારે પુનર્બન્ધકને તેની ભજના હોય છે. અભય(ધૃતિ*)નું ફળ ચક્ષુઃ-(શ્રદ્ધા) છે. ચક્ષુઃ-(શ્રદ્ધા)નું ફળ માર્ગ-(સુખા) છે. માર્ગ-(સુખા)નું ફળ શરણ-(વિવિદિષા) છે. શરણ-(વિવિદિષા)નું ફળ બોધિ-(વિજ્ઞપ્તિ) છે. આ પાંચે લાભ શ્રી તીર્થંકર દેવો દ્વારા પ્રાપ્ત થાય છે, કારણ કે તેઓ અચિંત્ય-શક્તિમાન અને સર્વથા પરાર્થ-રસિક (પરોપકાર કરવામાં રક્ત) હોય છે.
ધૃત્તિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિ એ સાંખ્ય દર્શનના પારિભાષિક શબ્દો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org